વિસ્ફોટક ક્રિકેટર યુસુફ પઠાણનો ક્ષેત્ર સંન્યાસ

બે વર્લ્ડકપ જીત્યા અને સચિન તેંડૂલકરને ખભા પર ઉઠાવ્યો તેને કારકિર્દીની યાદગાર પળ ગણાવી

યૂસૂફ પઠાણની કારકીર્દી
યૂસૂફ પઠાણે 100 ફર્સ્ટ કતલાસ મેચોમાં 34.46ની સરેરાશથી 4825 રન બનાવ્યા. જેમાં તેના બેટથી 11 સદી નિકળી. યૂસૂફે 199 લિસ્ટ અ અને 274 ઝ-20 મેચ પણ રમ્યા. લિસ્ટ અ ક્રિકેટમાં તેણે 9 સદી અને ઝ-2ઘમાં એક સદી લગાવી. યૂસૂફ પઠાણના ઈંઙક કરીયરની વાત કરીએ તો આ વિસ્ફોટક બલ્લેબાજે 174 મેચોમાં 3204 રન બનાવ્યા. જેમાં તેણે 13 અર્ધ સદી અને એક લદી લગાવી.

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ,તા.26
ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધી છે. જમણા હાથના જાંબાઝ બેટ્સમેને ભારત માટે 57 વન ડે મેચોમાં 810 રન બનાવ્યા હતાં, જ્યારે 22 મેચોમાં તેના નામ 236 રન રહ્યાં છે. યુસુફ પઠાણે 2 વન ડે શતક અને 3 અડધી સદી પણ પોતાને નામે કરી છે. યુસુફે 33 વન ડે અને 13 ટી 20 વિકેટ પણ પોતાને નામે કરી છે.
યુસુફ પઠાણે શુક્રવારના રોજ ટ્વિટર પર પોતાના સંન્યાસની જાહેરાત કરી છે. તેઓએ ખૂબ જ ભાવુક મેસેજ પોસ્ટ કરીને પોતાના ફેન્સનો આભાર માન્યો છે. યુસુફ પઠાણે જણાવ્યું કે, ‘મને યાદ છે કે, જે દિવસે મે પહેલી વાર ભારતની જર્સી પહેરી હતી. માત્ર મે જ તે જર્સી ન હોતી પહેરી, તે જર્સી મારા પરિવાર, કોચ, મિત્ર અને પૂરા ભારતે પહેરી હતી. મારું બાળપણ, જિંદગી ક્રિકેટમાં જ વીત્યું છે અને હું આંતરરાષ્ટ્રીય, ઘરેલુ અને ઈંઙક ક્રિકેટ પણ રમ્યો છું પરંતુ આજે કંઇક અલગ છે. આજે કોઇ જ વર્લ્ડ કપ અથવા ઈંઙક ફાઇનલ નથી પરંતુ આ એટલો જ મહત્વનો દિવસ છે. આજે હું ક્રિકેટર તરીકે મારા કેરિયરને અહીં સંપૂર્ણ વિરામ આપું છું. હું ઓફિશીયલ રીતે સંન્યાસની જાહેરાત કરું છું.’
યુસુફ પઠાણે તેમની પોસ્ટ પર, બે વર્લ્ડ કપ જીત્યા અને સચિન તેંડુલકરને ખભા પર ઉઠાવ્યો હતો. અને તે ક્ષણને તેની કારકિર્દીની યાદગાર ક્ષણ ગણાવી. તપને જણાવી દઈએ કે યુસુફ પઠાણ 2007 ટી -20 વર્લ્ડ કપ અને વર્લ્ડ કપ 2011 જીતનાર ટીમનો સભ્ય હતો. યુસુફ પઠાણે લખ્યું છે કે એમએસ ધોની, આઈપીએલ ડેબ્યૂ શેન વોર્ન અને ઘરેલું ક્રિકેટ ડેબ્યૂ જેકબ માર્ટિનની કપ્તાની હેઠળ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પઠાણે તેના ત્રણ કેપ્ટનનો આભાર માન્યો. ઉપરાંત, યુસુફ પઠાણે કેકેઆરના કેપ્ટન ગૌતમ ગંભીરનો આભાર માન્યો, જેની કપ્તાની હેઠળ કેકેઆર બે વખત આઈપીએલ ચેમ્પિયન બન્યો.

રિલેટેડ ન્યૂઝ