5 વર્ષ આપો, પાછળનાં 25 વર્ષ ભૂલી જશો: કેજરીવાલ

સુરતમાં વિરાટ રોડ-શૉ અને જંગી જાહેરસભામાં ખીલ્યા અરવિંદ કેજરીવાલ
ભાજપને નાની યાદ કરાવી દો, ભાન કરાવો કે આ લોકશાહી છે, ઇજારાશાહી નથી

(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા.26
સુરત મહાનગરપાલિકામાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ અરવિંદ કેજરીવાલ દ્વારા ભવ્ય રોડ-શો યોજાયો હતો. ત્યારબાદ 22 માસૂમોએ જીવ ગુમાવ્યો તે તક્ષશિલા ખાતે જાહેર સભાને સંબોધી હતી. જેમાં જણાવ્યું હતું કે, 5 વર્ષ આપો પાછળના 25 વર્ષ ભૂલી જશો. તેમણે કહ્યું હતું કે આવામાં જરૂરી છે કે તમો 25 વર્ષથી પલાંઠી વાળીને બેસી ગયેલી સરકારને ભાન કરાવો કે આ લોકશાહી છે, ઇજારાશાહી નથી!
જાહેર સભામાં અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માન્યો હતો. તક્ષશિલા અગ્નિકાંડમાં નિર્દોષ માસૂમ બાળકો મોતને ભેટ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપીને તેઓ જાહેર સભાના મંચ ઉપર આવ્યા હતાં. આવતાની સાથે જ તેમણે સીધું પોતાનું સંબોધન શરૂ કરી દીધું હતું. જેમાં તેમણે આવનાર દિવસોમાં સુરતની અને ગુજરાતની રાજનીતિમાં સ્વચ્છ રાજનીતિ લાવવા માટેની વાત કરી હતી સુરતની જનતાને દિલ્હી માફક જ તમામ સુવિધાઓ આપવાની તેમણે વાત કરી હતી.
કેજરીવાલે મંચ પરથી સુરતમાં ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાની વાત કરી હતી. તેમણે જાહેરમાં મંચ પરથી કોંગ્રેસના કેટલાક સારા નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાઇ જવા માટે આહ્વાન કર્યું હતું, તેમજ ભાજપની અંદર જે સાચા દેશભક્ત અને દેશના વિકાસની અંદર પ્રામાણિકતાથી પોતાનું યોગદાન આપવાની છે રહ્યા છે, તેમને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે અપીલ કરી હતી.
આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના જે નીચે ચૂંટણીઓ છે. તેમાં આમ આદમી પાર્ટીને મત આપવા માટે લોકોને અપીલ કરી હતી. તેમણે ખેડૂતોની વાત કરતાં કહ્યું કે, ગુજરાતના ખેડૂતોને યોગ્ય નથી મળ્યો વીજળી નથી મળી રહી, તેમને ઉપજની યોગ્ય કિંમત નથી મળી રહી. આ તમામ મુશ્કેલી આમ આદમી પાર્ટી સત્તા પર આવ્યા બાદ ખેડૂતોને નહીં રહે તેવું તેમણે આશ્વાસન આપ્યું હતું.
તેઓએ કહ્યું કે જનતા બધું સહન કરી શકશે પરંતુ પોતાનું અપમાન ક્યારે પણ સહન નહી કરી શકે. તમારા ઘર કે ઓફિસમાં કોઈ પણ આવે તેની સાથે સન્માનપૂર્વક વાત કરો અને તેમનું કામ પૂરું કરવાની કોશિશ કરો.
રાજકારણમાં આજે સન્માન આપવું એ જ મોટી વસ્તુ બની ગઈ છે. જીતેલા ઉમેદવારો છે તેઓએ તમામે પોતાના વોર્ડમાં ઓફિસ ખોલવી પડશે. જો કોઈની પાસે ઓફિસ ખોલવાના પૈસા ના હોય તો ઘર ને ઓફિસ બનાવી પડશે. તમે જે નંબર આપશો તે નંબરઆપવાનો રહેશે અને તમામ વોર્ડમાં આ નંબર જાહેર કરવાની રહેશે.પ્રભાવ છોડશે. અન્ય પક્ષમાં કાર્યકરોને કરવામાં આવે છે અને આપણે ત્યાં પ્રેમ આપવામાં આવે છે તેવો માહોલ બનાવી રાખો.
તમે 27 લોકો જે કામ કરશો તેના પર આખા ગુજરાતમાં આપણે લોકો પાસે મત માંગીશું. આપણે 27 છે એ લોકો 93 છે પરંતુ સંખ્યાથી કોઈ ગભરાવાની જરૂર નથી. આપો એક માણસ 10 સામે ભારે પડે તેવો છે.સુરતની જનતા એ તમને વિપક્ષની ભૂમિકા અપાવી છે તમે એ લોકોને નાની યાદ અપાવી દે જો.એ લોકોને પણ ખોટું કામ કરવા દેવાનું નથી આખા ગુજરાતમાં ખબર પડવી જોઈએ કે સુરતમાં એક અલગ જ પ્રકારની રાજનીતિ શરૂ થઈ છે.

રિલેટેડ ન્યૂઝ