1 માર્ચથી સરકારી હોસ્પિ.માં ‘ફ્રી’ અને ખાનગીમાં 250 રૂપિયે ‘રસી’

60 વર્ષથી વધારે વયનાં અને 45થી 59 વર્ષનાં બીમાર લોકોને ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં મફત રસી આપશે: નીતિનભાઇ પટેલ

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા. 27
ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં સામાન્ય નાગરિકોને 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. શરૂઆતમાં 60 વર્ષથી વધુ ઉંમરના તથા 45થી વધુ ઉંમરના બીમાર લોકોને આ વેક્સિન આપવામાં આવશે. સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એના માટે થોડો ચાર્જ ચૂકવવો પડશે.
કોરોના વેક્સિનની કિંમત કેટલી હશે એની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. આખરે સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી દીધી છે. કોરોનાની વેક્સિન સરકારી હોસ્પિટલમાં મફતમાં મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક ડોઝ 250 રૂપિયામાં મળશે. આ કિંમતમાં 150 રૂપિયા કોરોના વેક્સિનના અને 100 રૂપિયા એડમિનિસ્ટ્રેશન ચાર્જ રાખવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ