સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાથી એકપણ મોત નહિ

રાજકોટના 40 સહીત સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 94 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોનાથી એક મૃત્યુ : નવા 40 કેસ નોંધાયા
રાજકોટ શહેર-જિલ્લામાં હાહાકાર મચાવતો કોરોના ઘરભેગો થઇ ગયો હોય તેમ 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયું નથી આ ઉપરાંત પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર-જીલ્લામાં નવા કેસોમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે આજે નવા 40 કેસ નોંધાયા છે રાજકોટ શહેરમાં બપોરે 15 અને સાંજે 22 સહીત કુલ 37 કેસ નોંધાયા હતા જયારે જિલ્લામાં 24 કલાકમાં વધુ 3 પોઝિટિવ કેસો નોંધાયા હતા આમ શહેર-જિલ્લામાં 40 કેસ નોંધાયા છે રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 16127 સુધી પહોંચી ગઈ છે હજુ 152 દર્દીઓ સારવાર હેઠળ છે જયારે આજે 43 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે

રાજકોટ તા.27
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં કોરોનાએ વિદાય લઇ લીધી હોય તેમ મૃત્યુઆંક શૂન્ય ઉપર પહોંચી ગયો હોય લોકોએ રાહતનો શ્વાશ લીધો છે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહિ થયું હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં ઘટાડા સાથે પોઝિટિવ કેસોમાં નહિવત વધારો નોંધાઈ રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા 24 કલાકમાં નવા 94 કેસો નોંધાયા છે જેમાં રાજકોટમાં સૌથી વધુ 40 કેસ નોંધાયા છે આ ઉપરાંત જામનગરમાં 8, ભાવનગરમાં 16, જૂનાગઢમાં 5, મોરબીમાં 4, સોમનાથમાં 6, અમરેલીમાં 2, દ્વારકામાં 3, કચ્છમાં 9 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયા છે પોઝિટિવ કેસોની સંખ્યામા ફરી વધારો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે
જામનગરમાં 8 નવ કેસ
જામનગર માં કોરોના વાઇરસ ઘટતા દરે યથાવત જળવાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક ના સમયગાળા દરમિયાન જામનગર જિલ્લામાં 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો આજે પણ કોવિડ હોસ્પિટલમાં માં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
જામનગર શહેરના છેલ્લા 24 કલાક મા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્યના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેર ના 5 દર્દીને રજા મળી છે,જ્યારે ગ્રામ્યના 2 દર્દી ને રજા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાક ના સમયગાળા દરમિયાન જામનગરની કોવિડ હોસ્પિટલ માં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આમ તો છેલ્લા બે દિવસ માં કોઈ મૃત્યુ કેસ નોંધાયો નથી જામનગર જિલ્લા માં કોવિડ ને નોન કોવિડ મળી કુલ મૃત્યુ નો આંક 1,056 નો યથાવત રહ્યો છે.
જામનગર શહેરમાં આજે 574 લોકો ના કોરોના લક્ષી પરીક્ષણ કરવા માં આવ્યા હતા તેમથી 5 પોઝીટિવ કેસ નોંધાયા હતા જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં 483 લોકો ના પરિક્ષણ કરવા માં આવ્યા હતા તેમથી 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા . જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 404740 લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા છે . જેમાં જામનગર શહેર ના 223698 અને જામનગર ગ્રામ્ય ના 180942 લોકો નો સમાવેશ થાય છે.
કોરોના મહામારી ને લીધે કુંભમેળો રદ થતાં દિવ ગાયત્રી મંદિરે પુજા
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે ગાયત્રી મંદિર માં હરીદ્વાર થી આવેલ ગંગાજળ ની પૂજા અર્ચના સાથે કળશ યાત્રા નુ કરવામાં આવ્યું આયોજન. આ વર્ષે કોરોના મહામારી ને લઈને દર વર્ષે થતા કુભ મેળા ને રદ કરવામાં આવ્યો છે. કુંભ મેળા માં ગણતરી ના લોકો જ જોવા મળશે. આ વર્ષે કુંભ મેળો રદ થવા ના કારણે હરીદ્વાર થી દરેક ગાયત્રી પરિવારો ને ગંગાજળ મોકલી આપવામાં આવ્યું છે જેથી ઘરે જ ભક્તો સ્નાન કરી અને તીર્થ સ્નાન કર્યા નો અનુભવ કરી શકે.આજે આ ગંગાજળ ની દીવ ના મકાતા રોડ પર સ્થિત ગાયત્રી મંદિર માં ગંગાજળ અને કળશ ની પૂજા અર્ચના પંડિત વિક્રમ પંડયા એ કરાવી હતી. આ પૂજા યજમાન ચંદુબેન ના હસ્તે કરવામાં આવી. પૂજન પૂર્ણ થયા પછી નાની નાની બાળકીઓ દ્વારા કળશ માથા ઉપર લઈ કળશ યાત્રા કાઢવામાં આવી, જે દીવ ની ગલી ગલી માં ફરી ને ગાયત્રી મંદિર એ પહોંચી હતી. અને કળશ યાત્રા ને પૂર્ણ કરવામાં આવી હતી. હરીદ્વાર થી આવેલ ગંગાજળ દીવ માં જ નહિ પરંતુ પૂરા ભારતભર માં પહોંચાડવા મા આવ્યુ છે જે હવે લોકો ના ઘરે ઘરે પહોંચાડવામાં આવશે.
ગઢડા(સ્વામિના) વધુ એક શિક્ષક કોરોના પોઝિટિવ
ગઢડા(સ્વામિના) તાલુકાના ઉગામેડી ગામના 2 વ્યક્તિ પૈકી ગઢડા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષક સહિત કોરોના પોઝિટિવ ના 2 કેસ સામે આવ્યા બાદ આજે વધુ એક કેસ જાહેર થવા પામેલ છે. સરકાર ના આરોગ્ય વિભાગ ની માહિતી મુજબ 241 લોકો ની તપાસ દરમિયાન એજ સરકારી શાળામાં ફરજ બજાવતા અને ગઢડા મઘરપાટ વિસ્તારમાં રહેતા એક શિક્ષક ને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળેલ છે. શાળા માં શિક્ષક સંક્રમિત થવા ની ઘટનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ માં ડર નું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હજુ પણ કોરોના કેડો નહી મુકતાં આ પરિસ્થિતિ કેટલા લોકોને ઝપટમાં લેશે અને ક્યારે અટકશે તેવી વિમાસણ વચ્ચે સબ સલામત ની વાતો પોકળ સાબિત થવા પામેલ છે. હજુ પણ કોરોના વાતાવરણ અને જાહેર થતા કેસ ને ધ્યાનમાં રાખી ગંભીર તકેદારી જાળવવા જરૂર જણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગત 25 તારીખે શિક્ષક પોઝિટિવ નાં પગલે શાળા માં રજા નું વાતાવરણ થતા શાળા માં શિક્ષકોજ હાજર હોય છે.
ભાવનગરમાં 16 કેસ
ભાવનગર માં આજરોજ 16 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,174 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા 12 પુરૂષ અને 4 સ્ત્રી મળી કુલ 16 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 9 કેસ મળી કુલ 9 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 6,174 કેસ પૈકી હાલ 32 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.
ભુજ અને ગાંધીધામ શહેરમાં વધુ 3-3 કેસ નોંધાયા
ભુજ : કચ્છમાં ફરી કોરોનાના કેસો વધી રહૃાા છે. ત્યારે ગઈકાલે 9 પોઝિટીવ કેસો નોંધાયા હતા. જેમાં ભુજ અન્ો ગાંધીધામ શહેરમાં વધુ 3-3 પોઝિટીવ કેસ નોંધાયા હતા. ત્ો ઉપરાંત અંજાર અન્ો મુંદૃરા તાલુકામાં એક અન્ો બ્ો મળી કુલ 3 પોઝિટીવ કેસ ગ્રામીણ વિસ્તારમાં આવ્યા હતા. આ ઉપરાંત 6 દૃર્દૃીઓન્ો રજા આપવામાં આવી હતી. આ સાથે કચ્છમાં કુલ કેસનો આંક 4,પ79 પર પહોંચ્યો છે. ત્ોમજ અત્યાર સુધી 4,39ર દૃર્દૃીઓ સાજા થયા છે. મૃત્યુ આંક 81 પર જ સ્થિર રહૃાો છે, જેથી હાલમાં 74 કેસો એક્ટિવ છે.

રિલેટેડ ન્યૂઝ