રાજકોટ- અમદાવાદમાંથી બે એકિટવા ચોરનાર બે શખ્સોને ઝડપી લેેતી પોલીસ

પાલડીમાંથી ચોરેલું વાહન છ વર્ષથી તસ્કર ફેરવતો તો

(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા. 27
રાજકોટમાં વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે માલવીયાનગર પોલીસ અને ભક્તિનગર પોલીસે બે ચોરાઉ એક્ટિવા સાથે બે શખ્સની ધરપકડ કરી 50 હજારના બે ચોરાઉ વાહનો કબ્જે કર્યા છેશહેરમાં વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે ભૂંકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી કે ઝાલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે કૃષ્ણનગર મેઈન રોડ ગુરુપ્રસાદ ચોકમાંથી એક શખ્સને એક્ટિવા સાથે સકંજામ લઇ નામઠામ પૂછતાં માધાપર ચોકડી પાસે દ્વારિકા લો રાઇઝમાં રહેતો તેજસ બિપીનભાઈ રાધનપુરા હોવાનું જણાવ્યું હતું એક્ટિવાના નંબર ઈ ગુજકોપમાં ચેક કરતા અન્ય વ્યક્તિના નામનું હોવાનું જાણવા મળતા પૂછતાછ કરતા આ એક્ટિવા પોતે ગત સાંજે રેસકોર્સ પાસેથી ચોરી કર્યાની કબૂલાત આપતા 35 હજારનું એક્ટિવા કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી જયારે ભક્તિનગર પીઆઇ જે ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર જે કામળીયા અને રણજીતસિંહ પઢારીયાને મળેલી બાતમી આધારે સોરઠિયાવાડી પાસેથી નવા થોરાળાના રાકેશ ગોવિંદભાઇ વઘેરાને શંકાસ્પદ એક્ટિવા સાથે દબોચી લીધો હતો કોઈ કાગળીયા રજૂ નહીં કરી શકતા ઈ ગુજકોપમાં ચેક કરતા આ એક્ટિવા અમદાવાદ પાલડી ખાતે રહેતા અલ્વી નક્ષબ જલાલુદીનના નામનું હોવાનું અને 6 વર્ષ પૂર્વે ચોરાયું હોવાનું તેમજ આ અંગે વેજાપણું પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હોય તેવું જાણવા મળતા 15 હજારનું એક્ટિવા કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી

રિલેટેડ ન્યૂઝ