રાજકોટની તમામ કોર્ટમાં સોમવારથી ફિઝીકલ કાર્યવાહી શરૂ કરાશે

10 મહીનાથી બંધ કોર્ટ ચાલુ થતા વકિલોમાં આનંદની લાગણી

(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા. 27
રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોના કાળમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તેવા હેતુથી તંત્ર દ્વારા તમામ કોર્ટમાં અરજન્ટ કાર્યવાહી સિવાયની કાર્યવાહી બંધ કરી દેવામાં આવતા વકીલોની હાલત કફોડી બની હતી. કોરોનાનું સંક્રમણ ઘટતા આગામી સોમવારથી રાજ્યની તમામ કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટની તમામ કોર્ટ લાંબા સમય બાદ ફરી ધમધમતી થવાના સમાચારથી વકીલોમાં આનંદની લાગણી છવાઈ છે. કોરોનાની મહામારીમાં છેલ્લા દસ માસથી બંધ રહેલી રાજકોટ શહેરની તમામ કોર્ટ આગામી તારીખ 1-3 -2021 ના રોજથી શરૂ થવા જઈ રહી છે તે સંદર્ભે રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બફુલભાઈ રાજાણી અને સેક્રેટરી ડોક્ટર જીગ્નેશભાઈ જોશીએ રાજકોટ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જે સંદર્ભે રાજકોટ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશે જણાવેલ કે શરૂઆતના તબક્કામાં તમામ કોર્ટો શરૂ કરવામાં આવશે કોઈપણ આરોપીઓ વિરુદ્ધ પેલી તારીખમાં હાજર ન રહેવાથી વોરંટ ઈસ્યુ કરવામાં આવશે નહીં જેની સર્વે વકીલ મિત્રોએ નોંધ લેવી આ ઉપરાંત તમામ વકીલોએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ કોરોનાની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવાનું રહેશે દરેક કોર્ટની અંદર દરેક વકીલમિત્રો ડ્રેસકોડ માં કોર્ટમાં હાજર રહેવું આ માસ્કને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે અને કોર્ટમાં પ્રવેશ એક જ દરવાજાથી મેળવવાનો રહેશે જેની અને સોશિયલ મિત્ર ડિસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે સર્વે વકીલ મિત્રોએ નોંધ લેવી તેમ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી ડો. જીગ્નેશ જોષીની યાદીમાં જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ