સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં રાજ્યમાં અન્ોક જગ્યાએ ઘર્ષણ

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણનો અહેવાલ: દૃાહોદૃ-ઝાલોદૃમાં બ્ાૂથ કેપ્ચિંરગનો મામલો સામે આવ્યો

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
અમદૃાવાદૃ, તા. ૨૮
રાજ્યભર માં આજે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયા હોવાના અહેવાલો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદૃાન દૃરમિયાના ઝાલોદૃ તાલુકાના ઘોડીયામાં બૂથ કેપ્ચિંરગનો મામલો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકોએ મતદૃાન સેંટરમાં ઘુસીને ઇવીએમ મશીન તોડી દૃીધા હતા. ૨ થી ૩ લોકો મતદૃાન સેન્ટરમાં ઘૂસીને બુથ કેપ્ચિંરગનો પ્રયાસ કર્યો હતો. ધટના બનતા દૃાહોદૃ જીલ્લા પોલીસ વડા રેન્જ આઈ જી સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોચી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો છે. હાલ મતદૃાન બંધ કરી દૃેવામાં આવ્યું છે.
તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદૃાન વખતે ગુજરાતમાં ઘણી જગ્યાએ નાના મોટી માથાકૂટ અને હોબાળાની ઘટનાઓ સર્જાઇ હતી. જેમાં નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર ૪માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મતદૃાન મથકમાં પ્રવેશને લઈને જીભાજોડી થતા પોલીસે મામલો સંભાળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સમજાવટથી મામલો થાળે પાડયો હતો.
બનાસકાંઠાના ભાભર અને પાલનપુરમાં ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પાલનપુર નગરપાલિકાની ચૂંટણી દૃરમિયાન બે જૂથો આમને સામને, પાલનપુર વોર્ડ નંબર ૬ ના ગઠામણ દૃરવાજા પાસે બબાલ થઇ, ઘટનાના પગલે છજીઁ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, મતદૃાન મથક પાસે જ બબાલ થતાં પોલીસે કાયદૃો વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે માટે ચુસ્ત બંદૃોબસ્ત ગોઠવી દૃીધો છે. તો બીજી તરફ ભાભરના વોર્ડ એકમાં લુદૃરિયા વાસ શાળા નંબરમાં ઉમેદૃવારો વચ્ચે બોલા ચાલી થઇ હતી. ડેમો ઇવીએમ બાબતે બોલાચાલી થઇ હતી. પોલીસેને ઘટના સ્થળે દૃોડી આવી મામલો થાળે પાડયો હતો. કોગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ગુલાબિંસહ રાજપૂત સહિતના આગેવાનો ભાભર વોર્ડ નંબર એકમાં દૃોડી આવ્યા હતા.
વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં મતદૃાન વખતે મારામારી અને પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા. વિરગામના વોર્ડ નંબર ૮ના એમ જે હાઇસ્કૂલની બહાર ભાજપ અને અપક્ષ ઉમેદૃવારોના ટોળા વચ્ચે મારામારી થઇ હતી.
મારામારીના દ્રશ્યો સર્જાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દૃરમિયાન પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદૃાન ચાલી રહૃાું છે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીનું મતદૃાન શરૂ થયું છે.
૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો માટે મતદૃાન ચાલી રહૃાું છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો પર ૨૬૫૫ ઉમેદૃવારો મેદૃાનમાં છે, જેમાં ભાજપના ૯૫૫ ઉમેદૃવારો ચૂંટણી લડી રહૃાા છે.
જ્યારે કે, ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર મતદૃાન શરૂ થઈ ગયું છે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર ૧૧૭ બેઠક બિનહરીફ થઈ છે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર ૧૨,૨૬૫ ઉમેદૃવારો મેદૃાનમાં છે, જેમાં ભાજપના ૪,૬૫૭ ઉમેદૃવારો ચૂંટણી લડી રહૃાા છે. ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદૃાન શરૂ થઈ ગયું છે. ૮૧ નગર પાલિકાની ૨૭૨૦ બેઠકો પર મતદૃાન શરૂ થઈ ગયું છે. ૮૧ નગરપાલિકાની ૨૭૨૦માંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે. ૮૧ નગરપાલિકામાં ૭૨૪૬ ઉમેદૃવારો મેદૃાનમાં છે. ૨ માર્ચે ચૂંટણીનું પરિણામ આવશે.

રિલેટેડ ન્યૂઝ