સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર્દિક પટેલ જ મત આપી શકયો નહિ !

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
મહીસાગર,તા.૨૮
છ મહાનગરપાલિકાની ચૂંટણી બાદૃ ફરી એકવાર ગુજરાત સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીનો સંગ્રામ ચાલી રહૃાો છે. મહાનગરપાલિકા બાદૃ જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે (૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૧) મતદૃાન થઇ રહૃાું છે. અમદૃાવાદૃ જિલ્લાના વિરમગામ નગરપાલિકામાં કૉંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિૃક પટેલ કોંગ્રેસ નેતા હોવા છતાં કૉંગ્રેસને મત આપી શક્યા ન હતા. કારણ એવું છે કે, હાર્દિૃક પટેલ જે વિસ્તાર રહે છે તે વૉર્ડમાં કૉંગ્રેસે પોતાનો ઉમેદૃવાર જ ઊભો રાખ્યો નથી. વિરમગામ નગરપાલિકામાં વોર્ડ-૨માં કૉંગ્રેસે ઉમેદૃવાર ઊભો ન રાખતા આખરે વોર્ડમાં ભાજપ અને અપક્ષ પેનલ ઊભી રહી હતી. આ કારણે કૉંગ્રેસ નેતા હાર્દિૃક પટેલ કોંગ્રેસ પક્ષને મત આપી શક્યા ન હતા. આ અંગે હાર્દિૃક પટેલે પત્રકારોને જવાબ આપતા કહૃાું હતું કે, અમારા વિસ્તારમાં અપક્ષ સભ્યોની પેનલ પહેલાથી ઊભી રહે છે. જે વ્યક્તિ વિરમગામ વિસ્તારના વિકાસની વાત કરશે તેને મારો મત આપ્યો છે. અહીં વોર્ડ- ૨માં ઊભા રહેલા અપક્ષ ઉમેદૃવારને મારો મત આપ્યો છે.
કારણ કે કૉંગ્રેસ પાર્ટી અપક્ષ પેનલનું સમર્થન કર્યું છે. જે જનતા સેવા કરતા હશે તેને અમારો ટેકો હશે. લોકોને મત આપવાની અપીલ કરતા હાર્દિૃક પટેલ જણાવ્યું હતું કે, પ્રજા તંત્રમાં મત આપવો એ મોટું દૃાન છે. મત આપી લોકતંત્ર અને પ્રજાતંત્ર મજબૂત કરવા લોકોએ મતદૃાન કરવા બહાર નીકળવું જોઇએ. મહાનગરપાલિકામાં મતનું પ્રમાણ ઘટ્યું હતું પરંતુ ગ્રામીણ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં મતદૃાન કરશે. હાર્દિૃક પટેલ કૉંગ્રેસ માટે મતદૃાન ન કરી શક્યા તે મુદ્દે વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિૃક પટેલની કમનસીબી ગણાય કે તે પોતાની પાર્ટી માટે મત ન આપી શક્યો. તેમના વોર્ડમાં કૉંગ્રેસ પક્ષ પોતાનો ઉમેદૃવાર ઊભો રાખી શકી નથી. વિરમગામ વિધાનસભા હેઠળ આવતી આઠ જિલ્લા પંચાયત એક પણ પાટીદૃારને હાર્દિૃક ટિકિટ અપાવી શક્ય નથી. કૉંગ્રેસે પાર્ટી પાટીદૃારોને ન્યાય નથી આપી શકી તે હકીકત છે.

રિલેટેડ ન્યૂઝ