સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી સંપન્ન: આવતીકાલે પરિણામ

મહાનગરપાલિકાઓના પરિણામ બાદ ગ્રામ્ય જનતામાં પક્ષ કે વ્યકિતનું મહત્વ તેનો ફેંસલો મંગળવારે થશે: મુખ્યપક્ષોમાં આપને સ્થાન મળશે કે કેમ તે સવાલ !

વાંકાનેરમાં કોરોનાના દર્દીએ પીપીઇ કીટ પહેરી મતદાન કર્યું
વાંકાનેર માં શાંતિ પુણઁ મતદાન સંમપન થયું હતું વાંકાનેર નગરપાલિકાની ચુંટણી માં વોર્ડ નં 5 ના ભા.જ.પ ના ઉમેદવાર રાજ સોમાણી 3 દિવસ પહેલા કોરોના પોઝિટીવ થયેલ જેને આજે સાંજે પી.પી.કીટ પહેરીને મતદાન કરેલ. ઘણા વૃધ્ધો એ પણ મતદાન મથકો ઉપર પહોંચી મતદાન કરવા પધાર્યા હતા જેમાં અશક્ત મતદારો ને વાંકાનેર શહેર પોલીસ અધિકારી જાડેજા અને પોલીસ જવાનો એ ખુરશી માં બેસાડી મતદાન બૂથ સુધી લઈ જઈ મતદાન કરાવવા મદદરૂપ થતા જોવા મળેલ મતદાન મથકો ઉપર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.

જસદણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદારો ઉમટયા
જસદણ તાલુકામાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે તેમજ જસદણ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક ઉપર ખૂબ જ રસપ્રદ જંગ જામ્યો હતો અને સારું એવું મતદાન નોંધાયું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ડો.ભરતભાઇ બોઘરાએ કમળાપુર ખાતે તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા ખાતે મતદાન કર્યું હતું. જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે કુલ 16 ઉમેદવારો મેદાનમાં છે જ્યારે તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 57 ઉમેદવારો મેદાનમાં છે.
જસદણ તાલુકા પંચાયત ચૂંટણી માટે કુલ 1,20,545 મતદારો નોંધાયેલા છે.
જસદણ તાલુકાના કુલ બુથ 133 મતદાન મથક પૈકી સંવેદનશીલ 58 તેમજ અતિ સંવેદનશીલ 6 મતદાન મથક નોંધાયેલા છે. જિલ્લા પંચાયતની સાણથલી, આટકોટ, શિવરાજપુર, કમળાપુર, ભાડલા એમ કુલ પાંચ બેઠકો માટે મતદાન નોંધાયું હતું. જ્યારે જસદણ તાલુકા પંચાયતની આટકોટ 1, આટકોટ 2, બળધોઇ, પાંચવડા, વીરનગર, ભાડલા, કનેસરા, દહીસરા, ભંડારિયા, બોઘરાવદર, કમળાપુર, કોઠી, લીલાપુર, કડુકા, સાણથલી, ડોડીયાળા, જંગવડ, કાનપર, શિવરાજપુર,આંબરડી, કાળાસર અને ગોખલાણા એમ કુલ 22 બેઠકો માટે મતદાન નોંધાયું હતું. જસદણ તાલુકાના ગામડાઓમાં વિધાનસભાની ચૂંટણી જેવા માહોલ જામ્યો હતો. શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક ઉપર સક્ષમ અપક્ષ ઉમેદવાર યાર્ડમાં ડિરેક્ટર અને ગોડલાધારના સરપંચ યુવા ઉદ્યોગપતિ અશોકભાઈ મહાદેવભાઈ ચાવ લડતા હોવાથી આ બેઠક ઉપર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે. આ અપક્ષ ઉમેદવાર સાથે બંને પક્ષના ઉમેદવારોની સ્પર્ધા છે. જસદણ તાલુકા પંચાયતની ગત ચૂંટણીમાં તા. 29-11-2015 નાં રોજ મતદાન યોજાતા કુલ 70.58 ટકા મતદાન નોંધાયું હતું. ગત ચૂંટણીમાં કુલ 19 બેઠકો કોંગ્રેસને મળતા અને ભાજપને ત્રણ બેઠકો મળતા કોંગ્રેસનું શાસન આવ્યું હતું. ગત ચૂંટણીમાં ભાડલા, કડૂકા અને લીલાપુર બેઠક ભાજપને મળી હતી.

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.28
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચુંટણીઓ સંપન્ન થઇ હતી. મહાનગરપાલિકાની તુલનામાં નગરપાલિકા જિલ્લા તાલુકાની પંચાયતની ચુંટણીમાં દિંગુ મતદાન થયું હતું. ગ્રામ્ય જનતામાં પક્ષ કે વ્યકિતનું મહત્વ તેનો મંગળવારે ફેંસલો થઇ જશે.
તો મુખ્ય પક્ષોમાં આપને સ્થાન મળશે કે કેમ તે સવાલ છે.
બાબરા: શાંતિપુર્ણ મતદાન
બાબરા શહેર નગર પાલિકા ના 6 વોર્ડ ની 24 સીટ અને તાલુકા પંચાયત ની 18 અને જિલ્લા પંચાયત ની 3 સીટો ઉપર આજે શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલુ સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માટે નું મતદાન બપોર ના 3.30 સુધી અંદાજીત 40% સુધી થયુ છે
બાબરા અને ગ્રામ્ય વિસ્તાર માં મતદાન માટે મતદાર નિરૂત્સાહ હોવાનું જણાઈ આવે છે જ્યારે તાલુકા ના ફુલઝર ગામે તાલુકા પંચાયત વિસ્તાર માં 108 વર્ષ ના દાદી માં શાંતાબેન લુણાગરિયા દ્વારા મતદાન કરી સૌ કોઈ મતદાતા ને મતદાન કરવા શીખ આપી હતી
જ્યારે બાબરા નગરપાલિકા મત વિસ્તાર માં પણ આદર્શ મતદાન ફરજો નિભાવતા પરિવારો જોવા મળ્યા હતા.
માધવપુર ઘેડ માં જિલ્લા અને તાલુકા ની બેઠક
ઉપર 60% મતદાન
પોરબંદર જિલ્લા ના માધવપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપર 4 સીટો માં ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો એ પોતાની ઉમેદ વરી નોંધાવી હતી. જેમાં કુલ 15655 મતોમાંથી 9303 લોકો એ મતદાન કર્યું હતું. 60%મતદાન થતા બનને પક્ષના ઉમેદવારો જીત નો દાવો કરી રહિયા છે.
ધોરાજી તાલુકા પંચાયત મા 60. 91 ટકા મતદાન
ધોરાજી ધોરાજી જામકંડોરણા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની કુલ 4 સીટ નું આજરોજ મતદાન શાંતિપૂર્ણ થતા સાંજના 7:30 વાગ્યા સુધી આંકડા બાબતે કેટલા ટકા મતદાન થયું છે તેની કાર્યવાહી ચાલી હતી જેમાં જિલ્લા પંચાયતની ચાર્જશીટ ઉપર 59.16 ટકા મતદાન થયું છે
ધોરાજી તાલુકા પંચાયતની કુલ 15 સીટ ઉપર 60. 91 ટકા મતદાન થયું છે તેમજ જામકંડોરણા તાલુકા પંચાયતમાં 61.08 ટકા મતદાન નોંધાયું છે
ધોરાજી તાલુકા પંચાયત જામકંડોરણા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની કુલ ચાર્જશીટમાં એકદમ શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમજ જામકંડોરણા તાલુકાના રોઘેલ ગામે ઇવીએમ મશીન માં ખોટકો આવ્યો હતો તે તાત્કાલિક અસરથી બદલાવવા માં આવેલ હતું
જ્યારે ધોરાજીના વિવિધ ગામોમાં છ પ્રકારની ફરિયાદો ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેલી હતી જેમાં લાંબી લાઈનો મતદાન મથક આજુબાજુમાં ટોળા વિગેરે સામાન્ય ફરિયાદો આવી હતી
મંગળવારે નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે ધોરાજી તાલુકા પંચાયત જામકંડોરણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 4 સીટ માટે મત ગણતરી થશે
હાલમાં તમામ મતદાન મથકો ઉપર થી ઇ વી એમ મશીન સાથે કર્મચારીઓ ધોરાજી આવી રહ્યા છે જે મોડી રાત સુધી વ્યવસ્થા ની કાર્યવાહી થશે અને નવી ભગવતસિંહજી હાઈસ્કુલ માં સ્ટ્રોંગ રૂમમાં ચાપતો બંદોબસ્ત માં ઇવીએમ મશીન રાખવામાં આવશે.
ધોરાજી- ઉપલેટા વિસ્તારમાં શાંતિપુર્ણ મતદાન
ગ્રામ સ્વરાજની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટા વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં યુવા મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
ધોરાજી તાલુકાની તાલુકા પંચાયતની કુલ 15 બેઠકો માટે અને જિલ્લા પંચાયતની બેઠકો માટે થઈ રહેલા મતદાનમાં પ્રાંત અધિકારી ના માર્ગદર્શન હેઠળ ચૂંટણીમાં ફરજ બજાવનારા અધિકારીઓ દ્વારા સુંદર આયોજન તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
માળીયા હાટીનામાં મતદારોની લાંબી કતારો
સ્થાનિક સ્વરાજના જીલ્લા અને તાલુકા પંચાયતના ચુંટણીમાં આજે માળીયા હાટીનામાં જીલ્લાની 5 અને તાલુકા પંચાયતના 20 સીટ માટે માંગરોળના ડીવાયએસપી જે.ડી. પુરોહિતના કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ શાંતીમય વાતાવરણમાં મતદાન શરૂ છે.
સ્થાનિક માળીયા હાટીનામાં 10560 આસપાસનું મતદાન છે. આજે સવારથી જ મતદારોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળે છે.
મુસ્લીમ સમાજના ગુલામહુસેનભાઇ પંજા તેમના પરિવારના 16 સભ્યોને લઇને મતદાન કરવા માટે મતદાાન મથકે જોવા મળે છે. કોઇપણ જાતનો અન ઇચ્છનીય બનાવ બનેલ નથી.
ડી.વાગ.એસ.પી. જે.ડી.પુરોહીત મહીલા પીએસઆિ એન.વી. આંબલીયા એ લોખંડી પોલીસ બંદોબસ્ત રાખેલ છે.
ચલાયા: નગર પાલિકામાં 40.95 ટકા મતદાન
સલાયા નગર પાલિકાની જુદા જુદા કારણોસર ખાલી પડેલી 8 સીટો ઉપર યોજાયેલી પેટા ચુંટણીમાં 40.95 ટકા મતદાન થયેલ છે. 8 સીટ ઉપર 17 ઉમેદવારો ચુંટણી જંગમાં હતા. કોંગ્રેસ દ્વારા આઠ સીટમાં આઠ ઉમેદવારો એ ઉમેદવારી કરેલી આપમાંથી પાંચ ઉમેદવારો અપક્ષ ઉભા હતા. આ ચુંટણી જંગમાં ભાજપ પક્ષીય ધોરણે ચિત્રમાં જ નથી હાલ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. વર્તમાન પ્રમુખ જુલેખાબેન ભાયાના પુત્ર પણ વોર્ડ નં.5માંથી ઉમેદવારી કરી રહ્યા છે. કુલ મતદારો 20114 હતા. જેમાંથી 8237 મતદારોએ મતદાન કરેલ છે. જેમાં 3217 પુરૂષો તથા 5020 મહીલાઓએ મતદાન કરેલ છે.
ફલામાં 69 ટકા મતદાન
ફલ્લામાં આજે યોજાયેલ તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયતની ચુંટણીમાં 68 ટકા મતદાન થયું હતું. વહેલી સવારે મતદાન માટે કતારો જામી હતી. બપોરે બે કલાક બાદ મતદારોની સંખ્યા ખુબ જ ઓછી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. 2 અલીયા જીલ્લા પંચાયતની સીટમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે પોતપોતાનો વિજયના દાવા કર્યા હતા. પણ આશ્ચર્યજનક પરિણામ આવે તો નવાઇ નહી.
ગઢડાના માંડવધાર ગામે વાજતેગાજતે મતદાન પર્વ યોજાયું
ગઢડા(સ્વામિના) તાલુકાના માંડવધાર ગામે લોકશાહીમાં મતદાન પર્વ ની ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ ચૂંટણી દરમિયાન મતદારો દ્વારા મધુસૂદન ડેરી ના ચેરમેન ભોળાભાઈ રબારી સહિત ઢોલ નગારાં સાથે મતદાન મથક સુધી પહોંચી મતદાન કરવામાં આવ્યું હતું.
વડિયા કુંકાવાવ પંથકમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણી શાંતિ પૂર્ણ રીતે સંપૂર્ણ
હાલમાં વડિયા તાલુકાના તમામ ગામડાઓમાંથી ઇવીએમ મશીન વડિયા આ.હી ક્ધયા વિદ્યાલય ખાતે રાખવામાં આવ્યાં છે. વડિયા કુંકાવાવ તાલુકા પંથકમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવો બન્યા વગર શાંતિથી મતદાન પૂર્ણ થયેલ છે વડિયા કુંકાવાવ પંથકમાં સરેરાશ 50 થી 51 ટકા જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગામી 2/3 ને મંગળવારના રોજ સવારે વડિયા અ.હી ક્ધયા વિદ્યાલય ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.
ગડુ શેરબાગમાં 72.67 ટકા મતદાન
માંગરોળ માળીયા ના ધારાસભ્ય બાબુભાઇ વાજાના વતન ગડુ (શેરબાગ)માં જૂનાગઢ જિલ્લાની ગડુ જિલ્લા પંચાયત ની સીટ અને માળિયા હાટીના તાલુકા પંચાયત ની ગડુ તાલુકા પંચાયત ની સ્થાનિક સ્વરાજની ચુંટણી માં આજરોજ સવાર થી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને 72.67 % ટકા જેવું જંગી મતદાન થયું હતું.
કોડીનાર તાલુકા પંચાયતની ડોળાસા સીટ ઉપર 68 ટકા મતદાન
કોડીનાર તાલુકા પંચાયતની ડોળાસા બેઠકમાં આજે થયેલીા મતદાનમાં 68.55 ટકા મતદાન થયું હતું.
કોડીનાર તાલુકા પંચાયતમાં ડોળાસા એક જ ગામની આ સીટ છે. આ બેઠક ઉપર 6 ઉમેદવારોએ પોતાનું નશીબ અજમાવ્યું છે. મતદારોએ શાંતિ પુર્ણ મતદાન કર્યું હતું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
સુત્રાપાડા: ન.પા.માં 73.38 ટકા મતદાન
સુત્રાપાડા નગરપાલિકાની સામાન્ય ચુંટણી આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 73.38 ટકા મતદાન થયેલું હતું જેમાં વોર્ડ નં.4માં સૌથી વધુ મતદાન થયેલ છે. વોર્ડ નં.4 માં 80 ટકા જેટલું જંગી મતદાન થયેલ છે. તેમજ સૌથી ઓછુ મતદાન વોર્ડ નં.5માં 54 ટકા થયેલ છે. આમ નગરપાલિકાની ચુંટણી ટોટલ 63 ઉમેદવાર માટે મતદાન થયેલ છે.
પોરબંદર જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મતદાન સંપન્ન
સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પોરબંદર છાંયા સંયુકત નગરપાલિકાની પ્રથમ વખતની 13 વોર્ડ અને 52 ઉમેદવારોની ચુંટણણી શાંતિપુર્ણ રીતે મતદાન પુર્ણ થયેલ અને સાંજ સુધીમાં કુલ 49.58 ટકા મતદાન થયેલ છે. પોરબંદરમાં કોઇ મોટી ઇવીએમની ખામીની ફરીયાદ કે અન્ય કોઇ બનાવ બનેલ નથી અને સરકારી તંત્ર અને પોલીસના સહયોગથી રવિવારે મતદાનમાં પોરબંદર છાંયામાં વોર્ડ નં.8 ના સૌથી વધુ 60 ટકા જેટલું મતદાન થયું હતું અને વોર્ડ નં.9માં સૌથી ઓછું 40 ટકા જેટલું મતદાન જાહેર થયું છે.
જીલ્લા પંચાયત તાલુકા પંચાયત
પોરબંદર જીલ્લા પંચાયતનું કુલ પરિણામ 60.29 ટકા અને પોરબંદર તાલુકા પંચાયતનું 60.50 ટકા જયારે રાણાવાવ તાલુકા પંચાયતનું 58.12 ટકા અને સૌથી વધુ કુતિયાણા તાલુકા પંચાયતનું 61.71 ટકા મતદાન થયું છે. આવતીકાલે મંગળવારે પરિણામો જાહેર થશે.

રિલેટેડ ન્યૂઝ