મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 616 ઉમેદવારોનું ભાવીશીલ

પાલીકામાં 55 ટકા, જીલ્લા-તાલુકા પંચાયતોની બેઠકો માટે 70 થી 75 ટકા મતદાન

(પ્રતિનિધિ દ્વારા)
મોરબી તા. 28
મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો મહાપર્વ હોંશભેર નિભાવી વધુ મતદાન કર્યું છે આ સાથે જ મોરબી જિલ્લા પાલિકા પંચાયતોમાં સરેરાશ 55થી 70 ટકા મતદાન થયું છે અને મોરબી જિલ્લામાં ત્રણ નગરપાલિકા,જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહેલા 616 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે.જો કે મતદાનના સાચા આંકડા મોદી રાત્રે બહાર આવશે જેમાં હાલ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત મોરબી,માળીયા અને વાંકાનેર નગરપાલીકાની 26 વોર્ડની 104 બેઠક માટે ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષ અને અપક્ષ મળી કુલ 254 ઉમેદવારો મેદાનમાં હતા. એ જ રીતે મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે 76 ઉમેદવારો અને મોરબી,માળીયા,ટંકારા,હળવદ અને વાંકાનેર તાલુકા પંચાયતની 102 બેઠકો માટે કુલ 286 ઉમેદવારો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાતા નગરપાલિકામાં સરેરાશ 50થી 55 ટકા અને જિલ્લા તાલુકા પંચાયતમાં 70થી 75 ટકા જેટલું મતદાન નોંધાયું છે જો, કે મતદાનની ટકાવારીના સાચા આંકડા મોડી રાત્રી સુધીમાં બહાર આવશે.એકંદરે મોરબી જિલ્લામાં ગત ચૂંટણીની તુલનાએ આ ચૂંટણીમાં મતદાનમાં 10 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

રિલેટેડ ન્યૂઝ