રાજયના અનેક જીલ્લા-તાલુકાઓમાં ચૂંટણીના બહિષ્કારથી નેતાઓ ચિંતિત

રાજ્યના વલસાડ, છોટાઉદૃેપુર, આણંદૃ, અમરેલી, ભુજ અને મહીસાગર જિલ્લાના અન્ોક ગામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરાયો

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
અમદૃાવાદૃ, તા. ૨૮
આજે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત ૨ માં મતદૃાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદૃાનને અડધો દિૃવસ વીત્યા બાદૃ પણ મતદૃાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદૃા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.
વલસાડના ઉમરગામ તાલુકાના નારોગલ ગામના લોકોએ મતદૃાનનો બહિષ્કાર કર્યો. સ્થાનિક લોકો દ્વારા મતદૃાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બે દિૃવસ પહેલા ગામમાં લગ્નમાં ડીજે વગાડવા બાબતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. જેથી ગુસ્સે થયેલા ગામજનોએ મતદૃાનનો બહિષ્કાર કર્યો છે.
છોટાઉદૃેપુર જિલ્લાના કુંડી-ઉચાકલમ ગામે ચૂંટણી બહિષ્કારની ઘટના બની છે. ૫૧૩ મતદૃારો પૈકી એકપણ મતદૃારે અહીં મતદૃાન ન કર્યું. ગામ કોઈ પંચાયતમાં સમાવિષ્ટ ના હોવાથી વિકાસથી વંચિત છે. આઠ વર્ષ પહેલાં સંખેડા તાલુકાના વિભાજન બાદૃ પંચાયત વિહોણું ગામ બન્યું છે. ગ્રામજનો મુજબ ગામ કોઈ તાલુકામાં પણ સમાવિષ્ટ નથી. તેથી ગામના મતદૃારોએ ચૂંટણીના બહિષ્કાર કરીને પોતાનો વિરોધ દૃર્શાવ્યો છે.
આણંદૃ જિલ્લાના બોરસદૃ તાલુકાના ડભાસી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ૩૯૨૪ મતદૃારોએ આજે મતદૃાન કર્યુ નથી. ૧ વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી. થોડા દિૃવસ અગાઉ ડભાસી ગામના લોકોએ નાળા મુદ્દો રસ્તા રોકો આંદૃોલન કર્યું હતું. પોલીસે આ આંદૃોલનમાં ૮૬ લોકો સામે કાયદૃેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે પોલીસે કરેલી કાર્યવાહી અને નાળાની માંગ સાથે મુદ્દે ડભાસી ગામ લોકોએ મતદૃાનનો બહિષ્કાર કર્યો છે. બોચાસણ-૭ જિલ્લા પંચાયત અને વેહરા- ૨૦ તાલુકા પંચાયત બેઠક હેઠળ ડભાસી ગામ આવે છે.
છોટાઉદૃેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉંચાકલમ ગામના આ મતદૃાન મથક ઉપર ૫૧૩ મતદૃાર પૈકી અત્યારસુધી ગામના એકપણ વ્યક્તિએ મતદૃાન નથી કર્યું, ગામલોકોએ મતદૃાન બહિષ્કારની અગાઉથી જ ચીમકી આપી હતી, ગામલોકોનું કહેવું છે કે સંખેડા તાલુકાનું વિભાજન થતા તેમના ગામને બોડેલી તાલુકામાં સમાવવામાં તો આવ્યો પણ ગામમાં ૮ વર્ષ બાદૃ પણ ગ્રામ પંચાયત અસ્તિત્વમાં નથી ,જેને લઇ ગામનો વિકાસ રૂંધાયો છે, દૃરેક સરકરી કામમાં ગામલોકોને અગવડતા પડી રહી છે. ગામ લોકો લોકસભા, વિધાનસભા અને તાલુકા -જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં મતદૃાન કરે છે, પણ ગામમા આજસુધી સરપંચની ચૂંટણી નથી યોજાઈ. ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી તેમના ગામમાં સ્થાનિક સ્વરાજ્ય નહીં અપાય ત્યાં સુધી તેઓ મતદૃાન નહીં કરે અને એટલે જ આજે બપોરે સુધી ગામના આ મતદૃાન મથકમાં ગામના એક વ્યક્તિએ મતદૃાન નથી કર્યું. અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા ગામમાં મતદૃાનનો બહિષ્કાર કરાયો છે. ખીજડિયા ગામમાં અનેક પ્રશ્ર્નો મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. તંત્ર અને નેતાઓ ની સમજાવટ બાદૃ પણ ગ્રામજનો મતદૃાન ન કરવા મક્કમ બન્યા છે. ખીજડિયા ગામમાં ૨૦૦ થી વધુ મતદૃાતા છે. ત્યારે ખીજડિયાથી હામાપુરને જોડતો પુલ તેમજ લુવારા ગામની ઘટનામા ન્યાયિક તપાસની માંગ સાથે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
ભુજ તાલુકાનું સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા દૃેશલપર ગામે સજ્જડ બંધ પાડી ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ખાનગી ટ્રસ્ટ ને તંત્ર દ્વારા જમીન ફાળવી આપતા ગામલોકોએ વિરોધ દૃર્શાવ્ોય છે. ત્યારે ગામના બંને બુથ પર ૦ ટકા વોિંટગ થયું છે.
જિલ્લા સાંસદૃ સહિતના મોવડી મંડળની સમજાવટ પણ સફળ નિવડી નથી. ભૂજ તાલુકાનું અંદૃાજિત સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા ગામમા આજે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરી મતદૃાન પ્રક્રિયાથી અળગા રહૃાા છે અને ગામમા આવેલા બે બુથ પર જિલ્લા ૫ અને તાલુકા ૫ માટે એક પણ વ્યક્તિએ મતદૃાન કર્યું નથી. અગાઉ વહીવટી તંત્ર દ્વારા ગામની મોટી જમીન એક ખાનગી ટ્રસ્ટને ફાળવી દૃીધી છે. જેનો વિરોધ કરાયો અને ચૂંટણી બહિષ્કારની બેનરો લગાવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જે આ અનુસંધાને ગઈ કાલ મોડી રાત્રિ સુધી સાંસદૃ વિનોદૃ ચાવડા, અને દૃેશલપર ગામનાનજ જિલ્લા ભજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના મોવડી મંડળે ગ્રામજનોને મતદૃાન કરવા માટેની સમજાવટ રૂપી બેઠક પણ કરી હતી. જે નિરર્થક નીવડતા આજે આ ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
તો મહીસાગર લુણાવાડાના માલતલાવડી ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર યથાવત છે. માલતલાવડી ગામેથી મતદૃાન બૂથ હટાવી ૫ કિલોમીટર દૃૂર લઇ જતા સમસ્ત ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી હતી. બૂથ નહિ તો વોટ નહિની ચીમકી યથાવત જોવા મળી હતી. તમામ ગામના લોકો દ્વારા એક પણ મત નાંખવા નથી આવ્યો. ગામ ખાતે બુથ ફાળવવામાં આવશે તો જ મત આપીશું તેવું ગામલોકોએ કહૃાું છે. માલતલાવડી ગામે વર્ષોથી પ્રાથમિક શાળામાં બૂથ હોવા છતાં ૫ કિમી દૃૂર બુથ લઇ જવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ