ધ જજમેન્ટ ડૅ

31 જિલ્લા પંચાયત, 231 તા.પં. અને 81 ન.પા. માટે

મહાનગરોમાં કેસરિયો લહેરાયો તેનું નાનાં શહેરો- ગામડાંઓમાં પૂર્નરાવર્તન થશે કે કેમ તેના પર સૌની મીટ

મહાનગરોમાં કેસરિયો લહેરાયો તેનું નાનાં શહેરો- ગામડાંઓમાં પૂર્નરાવર્તન થશે કે કેમ તેના પર સૌની મીટ

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર,તા.1
28 ફેબ્રુઆરીના રોજ રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મનપા ચૂંટણી કરતા ભારે મતદાન થયેલું જોવા મળ્યું. ત્યારે આજે જોવાનું એ રહેશે કે આ વખતે થયેલું આ ભારે મતદાન કોને ફાયદો કરાવશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને પણ મનપા ચૂંટણીમાં બેઠકો મળી છે. આજે (મંગળવારે) વહેલી સવારથી સ્થાનિક સ્વરાજયની તમામ ચૂંટણીના પરિણામો જાહેર થશે.
તાલુકા પંચાયતો માટે સરેરાશ 66.60 ટકા મતદાન યોજાયું. જિલ્લા પંચાયતોની વાત કરીએ તો સરેરાશ 65.80 ટકા મતદાન જ્યારે નગરપાલિકાઓમાં 58.82 ટકા મતદાન થયું. વર્ષ 2015ની ચૂંટણીઓ કરતા મતદાનમાં સરેરાશ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં 47.63 ટકા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં 68.65 ટકા મતદાન થયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 63.34 ટકા મતદાન થયું છે. સૌથી વધુ નર્મદામાં 78 ટકા મતદાન થયું.
રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીઓના પરિણામ આજ રોજ તા.2 માર્ચના રોજ આવશે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠકમાંથી 117 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે.

રિલેટેડ ન્યૂઝ