ગુજરાતમાં કોરોનાથી સરકારમાં હાડકંપ

કોરોના ગાઈડલાઈન્સનું ચૂસ્તપણે પાલન કરવા તાકીદ: સ્થિતિ કાબુ બહાર જશે તો…

શાળા-કોલેજોમાં કોરોનાનો પગપેસારો
થતાં સરકારનાં ધડાધડ આદેશો

શાળા-કોલેજ-ટયુશન કલાસિસ સુપર સ્પ્રેડર બનતાં ટેસ્ટિંગ ફરજિયાત કરાયું

સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનની પૂષ્ટિ
ગુજરાત સહિત સુરતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થતાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુરતમાં સોમવારે કોરોનાના 100 કેસ નોંધાયા છે. બીજી બાજુ સ્કૂલ- ક્લાસિસમાં પણ વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગવા માંડ્યો છે ત્યારે આજે વધુ 3 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતમાં શાળા-કોલેજ-ટ્યૂશન ક્લાસ સુપર સ્પ્રેડર બન્યા છે. કેસ વધતા શાળા-કોલેજમાં આજથી કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. જઘઙ પાલન ન કરનારી શાળા-કોલેજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાતમાં ફરી એકવાર કોરોના વકરી રહ્યો છે. માર્ચ મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે લહેર દેખાવવાની શરૂઆત થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 571 કેસ નોંધાયા. 24 કલાકમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે જ સુરતમાં 134, અમદાવાદમાં 124, વડોદરામાં 117 અને રાજકોટમાં 58 નવા કેસ નોંધાયા છે. સુરતમાં બ્રિટેનના નવા સ્ટ્રેઈનની પુષ્ટિ થઈ છે. સુરતમાં તાજેતરમાં કેટલાક લોકો બ્રિટનથી પરત ફર્યા હતા. યુકેથી સુરત આવેલા 3 લોકોના સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હતા. ત્યારે એક કેસમાં બ્રિટનના નવા સ્ટ્રેઈનની પુષ્ટિ થઈ છે.
કોરોનાના વધતા કેસ સામે સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોરોનાની રસીના ડોઝ ખૂટી ગયા હોવાની માહિતી મળી રહી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોઝ ખૂટી પડતા લોકોને મોટી મુશ્કેલીઓ સર્જાઈ હતી. તમને જણાવીએ કે રોજ સુરતની નવી સિવિલમાં 200થી વધુ લોકોને રસીના ડોઝ અપાતા હતા. સિવિલ હોસ્પિટલમાં માત્ર 10 વાયલ આવ્યા હતા. સોમવારે માત્ર 100 લોકોને કોરોનાની રસી અપાઈ છે. 10 વાયલ એટલે 100 લોકોને કોરોનાનો ડોઝ આપવામાં આવે છે.
શાળા-કોલેજોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ફરતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણ ઘરે લઇ જતા હોવાનું બહાર આવી રહ્યું છે. શાળા-કોલેજો સુપર સ્પેડર્સ બનતા પહેલી વખત કોરોના સંક્રમણના કુલ કેસમાં 40 ટકાથી વધુ કેસ મહિલાઓના આવી રહ્યા છે. પાલિકાએ દરેક શાળા-કોલેજોમાં કોવિડ ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરાવવા ઝુંબેશ શરૂ કરવાનું નક્કી કર્યુ છે. શહેરમાં કોરોના સંક્રમણમાં અત્યાર સુધી મહિલાઓ કરતાં પુરુષોમાં કોરોના સંક્રમણ વધારે જોવા મળતું હતું. કોરોના પીક પર હતો ત્યારે કુલ કેસના 70 ટકા કેસ પુરુષોના જ્યારે 30 ટકા કેસ મહિલાઓના મળતા હતા, પરંતુ શાળા-કોલેજ શરૂ થતા જ મહિલાઓમાં સંક્રમણની ટકાવારી 30 ટકાથી વધીને 40 ટકાને પાર કરી ગઇ છે.
કોરોનાના કેસ જુલાઇ-ઓગસ્ટની જેમ નહીં વધે તે માટે પાલિકાએ ફરી એક વખત ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ક્ધટેનમેન્ટે વધારવાની વ્યૂહરચના અપનાવી છે. ક્ધટેનમેન્ટ વિસ્તારમાં શકય એટલા વધુ લોકોને ટેસ્ટિંગ માટે અપીલ કરવામાં આવી છે. કલસ્ટર જાહેર થયેલા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે શહેર પોલીસ સાથે સંકલન કરવામાં આવશે.

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર,તા.9
કોરોના વાયરસ ફરી એકવાર ગુજરાતમાં બેકાબુ બની રહ્યો છે. ત્યારે શાળા ઓ ચાલુ કર્યા બાદ સરકારની સ્થિતી ચિંતાજનક બની છે. ધોરમ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાયું છે. ત્યાર બાદ તબક્કાવાર અન્ય દોરણના ક્લાસ પણ શરૂ થયા હતા. જો કે મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુર્ણ થયા બાદ રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે વાલીઓ, વિદ્યાર્થીઓની તથા શિક્ષણ જગતમાં પણ હવે ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ સરકાર પણ હવે શાળા ઓ શરૂ કર્યા બાદ ન ગળાય ન કઢાય તેવી સ્થિતી છે.
યુવતી કેનાલમાં કૂદી આપઘાત કરે તે પહેલા જાણો દેવદૂત બની કોણ આવ્યું, હાથ પકડી બચાવ્યો જીવ
જો કે હાલનાં તબક્કે તો સરકાર દ્વારા શાળા ઓમાં કોરોનની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષક કે વિદ્યાર્થીને કોરોના થાય તો તત્કાલ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના સંપર્કમાં આવેલાવિદ્યાર્થીઓનું પણ પણ તત્કાલ સ્ક્રિનિંગ કરવા માટે આદેશ અપાયા છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, શાળામાં કોરોનાના કેસ વધી જતા શિક્ષણ વિભાગ ફરી એકવાર સક્રિય થયું છે. અધિકારીઓને આદેશ અપાયા છે કે, શાળાઓ ચુસ્ત પણે કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન થાય તે જોવાનો આદેશ અપાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુર્ણ થયા બાદ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે રાજ્યના 5 જિલ્લામાં એક પણ કેસ નહોતો. છેલ્લા 24 કલાકમાં 555 કેસ નોંધાયા હતા. 482 દર્દી સાજા થયા હતા. જો કે જે પ્રકારે નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેફામ વર્તન કર્યું છે તે જોતા હવે સ્થિતી ચિંતાજનક બની છે. હાલ રાજ્યમાં એક્ટિવ કોરોનાના કેસ પણ 3 હજારને પાર પહોંચ્યા છે. સ્થિતી વધારે ચિંતાજનક બની છે. જેના પગલે સરકાર દ્વારા તમામ પ્રકારે કડકાઇ દેખાડવાનું ફરી એકવાર શરૂ કર્યું છે.

રિલેટેડ ન્યૂઝ