ધો.9થી 12ના છાત્રોની કાલથી (કોરોના-પ્લસ) પ્રથમ પરીક્ષા

જે-તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે પ્રમાણે પ્રશ્ર્નપત્રો તૈયાર કરાશે

“આ બે બાબતે રાહત
શિક્ષણ વિભાગ દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે તેમાં ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓની પરીક્ષા શાળા દ્વારા નવા પ્રશ્નપત્રો કાઢીને ફરીથી લેવામાં આવશે. અને જો કોઈ શાળા ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો એ ક્ધટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત થયા બાદ પરીક્ષાનું આયોજન કરી શકે છે. તમને જણાવી દઈએ કે ધો. 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્રોના 80 માર્ક્સ રહેશે, જ્યારે પ્રથમ પરીક્ષામાં 50 માર્ક્સ રહેશે. તેમજ આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે. સ્કૂલો બોર્ડ દ્વારા જાહેર કરાયેલા 70 ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ પરીક્ષા લેવાની રહેશે. ચાલુ શૈક્ષણિક વર્ષે બીજા સત્રની પરીક્ષા નહી લેવાય. આ વર્ષે બીજા સત્રની પરીક્ષા જ થનારી ન હોવાથી માત્ર પ્રથમ એનાં પરિણામમાંથી આંતરિક મૂલ્યાંકનના ગુણ સ્કૂલોએ મૂકવાના રહેશે.

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ તા.17
બોર્ડે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂન દરમિયાન લેવાની જાહેરાત કરી છે. જ્યારે ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે. બોર્ડે દરેક સ્કૂલોને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડના પરિરૂપને ધ્યાનમાં રાખીને, સ્કૂલમાં ચાલેલા અભ્યાસક્રમને આધારે તૈયાર કરવા સૂચના આપી છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં 70 ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધો-9થી 12ની પ્રથમ પરીક્ષા અને ધો-9 અને 11 ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ9 થી 12 ની પ્રથમ પરીક્ષા તા. 19મી માર્ચથી 27મી માર્ચ, 2021 તેમજ ધોરણ9 અને 11ની વાર્ષિક પરીક્ષા તા. 7મી જૂનથી 15 જૂન, 2021 સુધીમાં લેવાશે.
સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના પગલે શૈક્ષણિક કાર્ય થંભી ગયું હતું. હવે વેક્સિન આવી ગઇ છે ત્યારે ધીમે ધીમે શાળામાં પણ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધો-9થી ધો-12 ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં ધો-9 થી ધો-12 ની પ્રથમ પરીક્ષા માટે જે તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ બોર્ડ દ્વારા જાહેર કરેલ વાર્ષિક પરીક્ષાના પશ્નપત્રો પરિરૂપના આધારે તેમજ શાળા કક્ષાએ ચાલેલા તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરીને શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ