બે દિવસ મામુલી રાહત બાદ શરૂ થશે હીટવેવ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં મામુલી રાહત વચ્ચે વધતા બફારાથી લોકો ત્રાહીમામ: સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, કંડલા હોટસિટી બન્યા

જામનગર જિલ્લામાં તાપમાનનો પારો ગગડતા ગરમીમાં રાહત
જામનગરમાં બે દિવસ પહેલા તાપમાનનો પારો 39.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો, પરંતુ તેમાં ગઈકાલે થોડી રાહત જોવા મળી છે, અને તાપમાનનો પારો પાંચ ડિગ્રી જેટલો નીચે ઊતર્યો હોવાથી બપોર દરમિયાન ઉકળાટ ભર્યા વાતાવરણ માં થોડી રાહત મળી હતી. જામનગરમાં આજે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન ન્યૂનતમ તાપમાન 24.6 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 35.0 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ 30 કિ.મી.ની ઝડપે રહી હતી જે વધીને 35 કિમી સુધી પહોંચી હતી.
ભાવનગરમાં ગરમી વધી તાપમાન 39 ડિગ્રીને પાર
ભાવનગરમાં ગરમીનું જોર વધતું જાય છે. આજે શહેરનું મહત્તમ તાપમાન વધીને 39.1 ડિગ્રીને આંબી ગયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 17 ટકા અને પવનની ઝડપ 20 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.6
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છ.ે હવામાન ખાતાની આગાહી મુજબ બે દિવસ મામુલી રાહત બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવ શરૂ થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં મામૂલી રાહત વચ્ચે વધતા બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ ગરમીનો કહેર જારી છે. જોકે મામૂલી રાહત વચ્ચે વધતા જતા બફારાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જોકે આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળે તેવા એંધાણ નથી. બે દિવસ ગરમીમાં મામૂલી રાહત બાદ હિટવેવ શરૂ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તે પછી અનુક્રમે રાજકોટ 41.5 તેમજ કચ્છ કંડલા 40.8 ડિગ્રી તાપમાન સાથે હોટ સ્પોટ રહ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય શહેરોના તાપમાનની વિગત જાણીએ તો કેશોદમાં 38.4, ભાવનગરમાં 39.1, પોરબંદરમાં 34.6, વેરાવળમાં 32.2, દ્વારકામાં 31.4, ઓખામાં 31.4, ભુજમાં 39, નલિયામાં 35, અમરેલીમાં 41.5, દીવમાં 35.8 ઉચ્ચત્તમ તાપમાન નોંધાયું હતું.

રિલેટેડ ન્યૂઝ