ધોરાજી સરકારી હોસ્પિટલમાં 40 બેડમાં કોરોના પોઝિટિવ ઓક્સિજન વાળા દર્દીઓે દાખલ

ખાનગી હોસ્પિટલના તમામ બેડ ફુલ: મીડિયાને સાચી માહિતી આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો: કોરોના પોઝિટિવ દર્દીઓના સેમ્પલ લેવાનું બંધ કર્યું….?: સરકારી બાબુઓનો આંકડા છુપાવવાનો મોટો કારશો…..?

(પ્રતિનિધિ દ્વારા)
ધોરાજી,તા.6
ધોરાજીમાં કોરોના નો કાળો કેર સર્જી દીધો છે તંત્ર તમાશો જોઈ રહ્યો છે અને પ્રજાને સાચી માહિતી આપવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે
હાલમાં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની ખામીવાળા કરોના પોઝિટિવ દર્દીઓ જેને ઈમરજન્સી વોર્ડમાં 40 બેડમાં ફૂલ થઇ ગયા છે જ્યારે ધોરાજીના સ્ટેશન રોડ ઉપર ખાનગી હોસ્પિટલમાં તમામ બેડ ફુલ થઇ ગયા છે તાત્કાલિક અસરથી ધોરાજીના જુનાગઢ રોડ પર ખાનગી હોસ્પિટલ ને મંજૂરી આપવામાં આવી છે
ધોરાજી જેતપુર ઉપલેટા જામકંડોરણા તાલુકા વચ્ચે કોવિડ સેન્ટર માત્ર ધોરાજીમાં જ છે ત્યારે ધોરાજી એ કોરોના નો વિસ્ફોટ સર્જી દીધો છે અને તંત્રએ માત્ર સરકારના ચોપડે સારી કામગીરી બતાવવા ખાતર કામગીરી કરી રહી છે વાસ્તવિક ધોરાજી શહેરમાં કામગીરી કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું જોવા મળી રહ્યું છે
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીમાં કોરોના એ કાળો કેર સર્જી દીધો છે ઘેર ઘેર કોરોના પોઝિટિવ દર્દીઓ હોય તેવો માહોલ સર્જાઈ ગયો છે કોઈપણ પ્રકારની સરકારી સિસ્ટમ ચાલતી નથી માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થતી હોય તેવું લાગી રહ્યું છે અને સેમ્પલ લેવાનો બંધ કરી દીધું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે
ધોરાજીમાં કોરોના ની પ્રથમ લહેર હતી ત્યારે પણ રાજકોટ જિલ્લામાં સૌથી વધારે કેસ ધોરાજીમાં જોવા મળ્યા હતા પરંતુ બીજી લહેર એનાથી પણ ભયાનક આવી છે રોજના સૌથી વધારે કેસ પોઝિટિવ જોવા મળી રહ્યા છે પરંતુ સરકારી તંત્ર પોતાની આબરૂ ન જાય તે માટે સેમ્પલ લેવાના બંધ કરી દીધા હોય તેવું પણ જાણવા મળ્યું છે
હાલમાં ધોરાજી શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને સંક્રમિત દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ખાનગી સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે દરરોજના 50 કેસ થી વધારે કેસ થતા હોય તેવો આંકડો જાહેર થયો છે પરંતુ આંકડો વધારે જોવા ન મળે તે બાબતે સેમ્પલ લેવાનું ઓછું કરી નાખ્યું છે માત્ર જરૂરિયાત પ્રમાણે સેમ્પલ લેવા તેવી પણ શહેરમાં ચર્ચા ચાલી રહી છે આ બાબતે ધોરાજીના સરકારી અધિકારીઓ અને ડોક્ટરોને પૂછતા તેઓએ જણાવેલ કે અમોને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ સાચી માહિતી આપવાની ના પાડી છે કોઈપણ પ્રકારના કોરોના પોઝિટિવ દર્દી બાબતની કોઈ પણ જાતની માહિતી મીડિયા સમક્ષ ન આપવું તેઓ અમને જિલ્લા વિકાસ અધિકારી કહી ગયા છે જેથી અમે સાચી અને સત્ય માહિતી આપી શકીએ તેમ નથી…..? આ પ્રકારે સરકારી તંત્રએ ધોરાજી ભગવાન ભરોસા ઉપર છોડી દીધું છે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આપવાનું બંધ કર્યો છે.અને ખાનગીમાં સેમ્પલ લેવાનો પણ બંધ કરી દીધું છે સરકારી હોસ્પિટલમાં એક માત્ર ટીમ કામ કરી રહી છે.
તેમજ જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓ છે તેમના નિવાસસ્થાન પાસે કોઈ જાતની ચેતવણી નથી કે પોલીસને વ્યવસ્થા નથી કે નગરપાલિકા દ્વારા સેનેટાઇઝર ની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી જેથી કરીને કોરોના નું સંક્રમણ મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં વ્યાપી ગયું છે
તેમજ જેમના ઘરે કોરોના પોઝિટિવ દર્દીઓ છે તેવો પણ જાહેરમાં બેફામ ફરી રહ્યા છે શહેરમાં આ બાબત ધોરાજી શહેર માટે ચિંતાનો વિષય છે અને સરકારી તંત્ર આ બાબતે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોય તેવું પણ જાહેરમાં ચર્ચાઈ રહ્યું છે.
માસ્ક મામલે મથામણ
હાલમાં ધોરાજી સરકારી તંત્રએ માત્ર માસ્ક નહીં પહેરનારને હજાર રૂપિયા દંડ વસુલ કરવાનો આદેશ કર્યો છે પરંતુ માસ્ક નહીં પહેરનારને પકડવાથી કરોના મટવાનો નથી….? સરકારી તંત્રે માત્ર ગરીબ લોકોને રૂપિયા હજારના દંડ માં ટાર્ગેટ બનાવ્યા છે અને સારી કામગીરી બતાવી રહ્યા છે હાલમાં ધોરાજીમાં ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે ગરીબ લોકો પરેશાન છે આર્થિક પગભર ઊભા રહેવા માટે પણ તેમની કોઇ તાકાત નથી અને આત્મનિર્ભર બાબતની કોઈ સરકારી યોજનાનો લાભ ગરીબોને મળતો નથી હાલમાં અત્યારે આવા સમયમાં હજાર રૂપિયા દંડ તેમની પાસે કડક હાથે વસૂલ કરવામાં આવી રહ્યો છે એના બદલે તેમને માસ્ક વિતરણ કરવા જોઈએ અને જે વિસ્તારમાં કોરોના નો વધારે પડતો સંક્રમણ છે તે વિસ્તારમાં તાત્કાલીક અસરથી પગલા લેવા જોઈએ તો ધોરાજીમાં કોરોના કાબુમાં આવે પરંતુ અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડતા નથી અને કર્મચારીઓને આ પ્રકારનો દંડ વસૂલ કરવા બાબતે જાહેરમાં ફેરવી રહ્યા છે જેના કારણે ગરીબો વધારે પડતા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે બીજી બાજુ પોલીસ પણ આકરા મોડમાં હોય તેવું જણાઈ રહ્યું છે દુકાનોમાં બેઠેલા વેપારીઓને ચા પાણી પીતા હોય ત્યારે પણ ફોટો પાડી લે છે અને હજાર રૂપિયા દંડ વસૂલ કરે છે તે પણ એક પ્રકારનો તાનાસાહી જેવું વર્તન થઇ રહ્યું છે

રિલેટેડ ન્યૂઝ