છાત્રો-વાલીઓમાં જબરૂં ક્ધફયુઝન: ‘ફી’ ભરી તેનું શું?

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર,તા.15
રાજ્યમાં સર્જાયેલી કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે આજે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખી છે. આ સાથે જ ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ કરી છે. પરંતુ સરકારની જાહેરાતમાં માહિતીના અભાવથી વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે.
સરકારે પોતાની જાહેરાતમાં વાલીઓએ અગાઉ ભરેલી ફી અંગે કોઇ પણ જાતની સ્પષ્ટતા નથી કરી. એટલે કે ફી પરત મળશે કે કેમ તે અંગે વાલીઓમાં
અસમંજસતા છે. ત્યારે વાલીઓની હવે એવી માંગણી છે કે, સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી જોઇએ અને આગામી સમયમાં પણ વાલીઓએ ફી ભરવી કે કેમ અને જો ફી ભરવી તો કેટલી ભરવી જેવી વગેરે અંગે પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ.

રિલેટેડ ન્યૂઝ