હવે રપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવે તેને પણ મળશે રેમડસિવિર

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ, તા.13
હાલ રાજ્યમાં કોરોનાનાં કેસો આઠ હજારને પાર થઈ ગયા છે. બીજી લહેરનો કોરોના વાઈરસ વકરતાં રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા ફક્તRTPCR ટેસ્ટને આધારે રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવતા હતા. તેવામાં હવે કોરોના દર્દીઓને રાહત આપતાં ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં કોઈપણ ટેસ્ટમાં તમે કોરોના પોઝિટિવ આવશો તો પણ તમને રેમડેસિવિર ઈન્જેક્શન મળશે. આરોગ્ય વિભાગે છઝઙઈછ રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝિટિવ આવેલાં દર્દીઓને સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન આપવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગના નવા પરિપત્ર પ્રમાણે ઇંછઈઝ કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેક્શન અપાશે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આજે હોમ આઈસોલેશનમાં રહેલાં દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એકબાજુ રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં આજે સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, હવે રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની ઘટ નહીં પડે. તેમજ તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં રેમડેસિવિર આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત સરકારે 3 લાખ રેમડેસિવિર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો હતો. આ પગલે પણ કોરોના દર્દીઓને મોટી રાહત મળતાં હવે રેમડેસિવિરની ભાગદોડ કરવી નહીં પડે.

રિલેટેડ ન્યૂઝ