માઁ ઉમિયા(ધામ) કોરોના પીડિતો માટે સેવાધામ

અમદાવાદ સ્થિત ઉમિયાધામ સંકૂલ કોરોના-સેન્ટર માટે આપવા ટ્રસ્ટની સરકારને ઑફર

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ તા.15
પાટીદારોની આસ્થા કેન્દ્ર સમાન મહેસાણાના ઉમિયા ધામને કોરોનાની સારવાર માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે, સરકારને આ કેમ્પસના ઉપયોગ માટે ભલામણ કરાઈ છે. અમદાવાદ સ્થિતિ ઉમિયા કેમ્પસ કોરોનાની સારવાર માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ગુજરાત સરકારને આ કેમ્પસનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવી છે. માં ઉમિયાજી યાત્રાધામ પણ કોરોના માટે અર્પણ કરવામાં આવ્યું છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને સંમતિપત્ર મોકલવામાં આવ્યો છે. તો આ તરફ કોરોનાના કારણે મહેસાણાના ઊંઝામાં આવતીકાલથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવાયું છે. વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. દૂધની દુકાન અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. કોરોનાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી દુકાનો બંધ રહેશે.
તો બીજી તરફ મહેસાણામાં સાંઇ ક્રિષ્ના હોસ્પિટલમાં કોવિડ સારવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ડે.સીએમ નીતિન પટેલે આ અંગેનો આદેશ કર્યો છે. 24 કલાકમાં હોસ્પિટલ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોવિડ હોસ્પિટલ ન હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે. વેન્ટિલેટર અને ઓક્સિજન સાથેની હોસ્પિટલ કાર્યરત કરવા આદેશ થયા છે.

રિલેટેડ ન્યૂઝ