મોરવા હડફની પેટા ચૂંટણીનું આજે મતદાન

કોરોનામાં બાકી બધ્ધે નિયંત્રણ અને પાબંધી વચ્ચે ‘ચૂંટણી’ ચાલુ !

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.16
કોરોના મહામારીમાં પણ હજુ તંત્ર સુધરવાનું નામ લઈ રહ્યું નથી. હાલ કોરોના વાયરસની બીજી લહેર ગુજરાત સહિત સમગ્ર દેશ માટે જીવલેણ સાબિત થઈ છે.
તેમ છતાં આવતીકાલે મોરવા હડફની પેટાચૂંટણીનું મતદાન થનાર છે. તેના માટે 329 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે અને હાલ ઇવીએમ ડિસ્પેચ કામગીરી શરૂ
કરાઈ છે.
કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. મતદાન મથકના કર્મીઓને કોવિડ કીટ અપાઈ છે. ગુજરાત સરકારી કોલેજ ખાતેથી ચૂંટણી સામગ્રીનું વિતરણ પણ કરાયું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં મોરવા હડફની પેટા ચૂંટણી 17મી તારીખે યોજાશે. તેના માટે 329 મતદાન મથકનો સ્ટાફ ઊટખ મશીન સાથે રવાના થશે. મોરવા હડફ પેટા ચૂંટણીને લઇ તંત્રની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. મોરવા હડફ સરકારી વિનયન કોલેજ ખાતેથી ચૂંટણી સામગ્રી વિતરણની કામગીરી કરાઈ છે. વહેલી સવારથી જ કર્મચારીઓ કામગીરીમાં જોતરાયા છે. બીજી બાજુ કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલ પેટાચૂંટણીને લઇ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાન મથકોના કર્મચારીઓને કોવિડ કીટ અપાઈ છે. જેમાં થર્મલ ગન, હેન્ડ સેનેટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ, ફેસ શિલ્ડ, પીપીઈ કીટ સહિતની સામગ્રી આપવામાં આવી રહી છે. ચૂંટણી કર્મચારીઓને વિશેષ વ્યવસ્થા અપાઈ રહી છે.
મતદારોનો મિજાજ જાણવા મળશે
ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી રદ કર્યા પછી પણ પંચમહાલ જિલ્લાના મોરવા હડફની ચૂંટણીમાં ભાજપ દ્વારા એક વિશાળ બાઈક રેલીથી પ્રચાર કરતું હોવાનું સામે આવ્યું હતું. કોરોનાકાળમાં ભાજપની બાઈક રેલીથી ચારેબાજુ હોબાળો મચ્યો હતો. મોરવા હડફની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉઉંના તાલે બાઈક રેલી કરીને પ્રચાર પ્રસાર કરતું હોવાનું સામે આવ્યું હતું. અહીં ભાજપ કાર્યકરો રીતસર બાઈક પર રીતસર માસ્ક વગર નજરે પડ્યા હતા. મોરવા હડફની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે મોરવા હડફની પેટાચૂંટણીના મતદાનમાં સ્થિતિ કેવી રહે છે.

રિલેટેડ ન્યૂઝ