પોરબંદર જિલ્લામાં તંત્ર દ્વારા પોઝીટીવ દર્દીઓનો જાણે ફિક્સ ક્વોટા !

પોરબંદર જિલ્લામાં દરરોજના 500થી વધુ કોરોના પોઝીટીવ કેસ

સરકાર ખરા આંકડા કેમ જાહેર કરતી નથી તેવો લોકોમાં ચર્ચાતો મુદ્દો: ખાનગી લેબોરેટરીઓને ટેસ્ટીંગ અને સેમ્પલ કલેકશન સેન્ટરની મંજૂરી આપવા માંગ: આરટીપીસીઆર પોઝીટીવ વ્યકિતઓના નામ ગાયબ

(પ્રતિનિધિ દ્વારા) પોરબંદર, તા.16
પોરબંદરમાં સરકારી તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓ બતાવવાનો કવોટા ફીકસ કરવામાં આવ્યો હોય તે રીતે દરરોજ પ થી 8 ની સરેરાશ જાહેર કરવામાં આવે છે.
પરંતુ શહેરભરના ખાનગી તબીબોનીહોસ્પિટલ ખાતે કોરોનાના લક્ષણો સાથે આવતા દર્દીઓનો ટોટલ કરવામાં આવે તેમજ ખાનગી લેબોરેટરી ખાતે થતા રીપોર્ટને પણ સાથે જોડવામાં આવે તો જીલ્લામાં દરરોજ પ00 થી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાનું જણાઇ રહ્યું છે અને હાલનો કોરોના નવોસ્ટ્રેઇન અલગ પ્રકારનો હોવાથી આરટીપીસીઆરમાં પણ પોઝીટીવ આવતો નથી અને તેથી લોકોને સામાન્ય લક્ષણો જણાય તો પણ તુરંત તબીબની સલાહ મુજબ દવા લેવી જોઇએ તેવું પણ ખાનગી તબીબોએ જણાવ્યું છે.
હાલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં હાલની કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપીને જણાવ્યું છે ત્યારે પોરબંદરનું સરકારી અને આરોગ્ય તંત્રને કોરોના પોઝીટીવના સાચા આંકડાઓ જાહેર કરવામાં શું તકલીફ પડી રહી છે તે હજુ સુધી પત્રકારોને તેમજ શહેરીજનોને સમજાતું નથી. શહેરભરના લોકોને તેમના કોઇને કોઇ જાણિતા કોરોના સંક્રમિત બન્યા હોવાનો મેસેજ અને ફોટા સાથે તેમના માટે પ્રાર્થના કરવાના સંદેશાઓ પણ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં તંત્ર દ્વારા સાચી હકીકત છુપાવીને અન્ય લોકો ના આરોગ્ય ઉપર રીતસરનો ભય અને અન્ય મુસિબતો ઉભી કરી છે તે માટે કોણ જવાબદાર છે? અને આંકડાઓ છુપાવનાર અધિકારીઓ સામે પણ શા માટે કોઇ કાર્યવાહી થતી નથી તે પણ સવાલ નગરજનો કરી રહ્યા છે.
ખાનગી લેબોરેટરીની માંગણી છતાં મંજુરી નહીં!
પોરબંદરમાં કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલને મંજુરી આપવામાં આવી છે તેમાં આરટીપીસીઆરમાં રીપોર્ટ નેગેટીવ હોવા છતાં સીટી સ્કેનમાં કોરોનાના લક્ષણો દેખાય ગયા છે તેવું તબીબોની સલાહ મુજબ અનેક લોકો હોસ્પિટલના બિછાને બીકના માર્યા સારવાર લેવા પહોંચી જાય છે ત્યારે સાચી પરિસ્થિતિ અને રીપોર્ટ માટે ખાનગી લેબોરેટરીની તંત્ર સમક્ષ માંગણી હોવા છતાં હજુ સુધી મંજુરી આપવામાં આવી નથી તેમજ બહારગામની લેબોરેટરીને કલેકશન માટે પણ મંજુરી અપાતી નથી તેથી તંત્ર જાણી જોઇને હજુ પોરબંદરમાં લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય તેમાં રસ દાખવું હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
પોરબંદરમાં ક્ધટેઇન્ટમેન્ટ વિસ્તાર માત્ર કાગળ ઉપર
શરૂઆતના સમયમાં કોરોના પોઝીટીવ વ્યક્તિના રહેણાંક વિસ્તારને ક્ધટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરીને અનેક પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી હતી પરંતુ હાલ કોરોના પોઝીટીવ વ્યક્તિ હોવા છતાં ક્ધટેઇન્ટમેન્ટ ઝોન માત્ર કાગળ ઉપર જાહેર કરવામાં આવે છે પરંતુહકીકતમાં પોઝીટીવ વ્યક્તિ પોતાની હકીકત અન્ય સમક્ષ છુપાવીને શહેરભરમાં ફરી રહ્યા છે અને તેમના ઘરનાને અને અન્ય વ્યક્તિઓને પણ સંક્રમિત બનાવી રહ્યા છે તેથી શહેરભરમાં કોરોના ખુબ જ ઝડપથી વધી રહ્યો છે જેથી તંત્રએ સરકારની સુચના મુજબની કાર્યવાહી કરવી જોઇએ.
આરટીપીસીઆર પોઝીટીવ વ્યક્તિઓના નામ ગાયબ
પોરબંદરમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ વ્યક્તિઓના નામ, ઉમર અને વિસ્તાર દરરોજ જાહેર કરવામાં આવે છે તેમાં આરટીપીસીઆરમાં સરકારી હોસ્પિટલ ખાતે પોઝીટીવ આવ્યા હોવા છતાં દરરોજ સાંજે જાહેર થતાં કોરોના પોઝીટીવ વ્યક્તિઓના લીસ્ટમાં તેઓના નામ છુપાવવામાં આવે છે અને તે રીતે તંત્ર દ્વારા કેસ છુપાવવાની પરંપરા હજુ સુધી યથાવત રહી છે.
મેડીકલેઇમ હોવાથી બિનજરૂરી હોસ્પિટલના બિછાને!
પોરબંદરમાં અનેક લોકોએ કોરોનાની ખર્ચાળ સારવારથી બચવા માટે મેડીકલેઇમ નજીવી રકમ ભરીને લીધો છે ત્યારે જાણવા મળતી માહિતી મુજબ જે વ્યકિતઓને ખુબ જ ઓછા લક્ષણો હોય છે અને ઘરે સારવાર શકય હોવા છતાં પોતાના ઘરના અન્ય વ્યક્તિઓ કોરોના સંક્રમિત બને નહીં અથવા તો પોતાના જીવનું અચાનક જોખમની માનસિક બીકમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ જાય છે અને આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિઓને ઓકસીજન સહિત સાચી હોસ્પિટલની સારવારની જરૂરીયાત હોય છે તેવા લોકો વંચિત રહી જાય છે અથવા તો ખુબ જ ભલામણ કરાવીને માંડ માંડ હોસ્પિટલનો બેડ મેળવી શકે છે જેથી ડોકટરોએ પણ અપીલ કરી છે કે, કોરોનાના સામાન્ય લક્ષણોમાં બિનજરૂરી હોસ્પિટલના બિછાને સારવારનો ખોટો આગ્રહ રાખવો જોઇએ નહીં.
સાચુ કોણ પોરબંદરનું આરોગ્ય તંત્ર કે રાજયનું આરોગ્ય તંત્ર?
પોરબંદરમાં આરોગ્ય વિભાગે કોરોનાના સાત પોઝીટીવ કેસ જાહેર કર્યા: રાજયકક્ષાએથી 15 જાહેર
પોરબંદરમાં લોકોના આરોગ્યની સાથે ચેડા કરવાની કામગીરી દિવસ-રાત શરૂ કરી દીધી હોય તેમ કોરોનાના સાચા આંકડા જાહેર કરવામાં લોકોની આંખે પાટા બાંધવામાં પોરબંદરનું આરોગ્યતંત્ર રાજયમાં પ્રથમ ક્રમે હોય તેમ વધુ એક વખત સાબિત થયું છે જેમાં સ્થાનિક કક્ષાએથી આરોગ્યતંત્રએ કોરોનાના સાત પોઝીટીવ કેસ જાહેર કર્યા છે જયારે રાજયકક્ષાએથી 1પ કેસ જાહેર થતાં સાચુ કોણ? તેવો સવાલ ઉભો થયો છે.
પોરબંદરમાં કોરોના સંક્રમણ ફેલાય રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે છેલ્લા ર4 કલાકમાં કોરોનાના સાત પોઝીટીવ કેસ ડીકલેર કર્યા છે પરંતુ આરોગ્ય વિભાગે પ્રસિધ્ધ કરેલી યાદીમાં પોરબંદર જીલ્લામાં કોરોનાના 15 કેસ છેલ્લા ર4 કલાકમાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવતા ભારે આશ્ર્ચર્ય સર્જાયો છે. તંત્ર કોરોનાના આંકડા છુપાવવાની રમત કેટલી હદે રમી રહ્યું છે?તેની આ સાબિતી છે ત્યરે સ્વભાવિક રીતે જ લોકોને ગેરમાર્ગે દોરવાની આ હરકત સામે દિવસે-દિવસે આક્રોશ વધી રહ્યો છે. સાચી માહિતી જાહેર કરવામાં તંત્ર શા માટે લાજ કાઢી રહ્યું છે? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

રિલેટેડ ન્યૂઝ