5000 ગુજરાતી હોમાયા છતાં કોરોનાનું ખપ્પર ખાલીને ખાલી

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ,તા.16
સાવધ રહેજો, કાળમુખા કોરોનાથી 5 હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છેલ્લા એક મહિનાથી કોરોનાની વિકરાળ સ્થિતિ સર્જાઈ છે. છેલ્લાં 15 દિવસમાં 500થી વધુ મોત ગુજરાતમાં થયા છે. ગુજરાતે અત્યાર સુધીમાં 5076 લોકોને ગુમાવ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણને લીધે મોતનો આંક સતત ઊંચો જઈ રહ્યો છે. ગુજરાતે પોતાના 5 હજારથી વધુ લોકોને કોરોનાના કાળ ખપ્પરમાં હોમાતા જોયા છે. આ પરિવારોએ પોતાના મોભી ખોયા છે.કોરોનાથી થયેલા મોતમાં કેટલાય પરિવારો વિખાઈ ગયા છે. ભગ્ન હૃદયે એવા આત્માઓને ભગવાન શાંતિ અર્પે.
કોરોનાની સારવાર માટે પણ લાઈનો લાગી છે. લોકોને એક જવિનંતી કે તેઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવે, રસીકરણ અપનાવે. ભીડભાડમાં જવાનું ટાળે. કામ વગર ઘરની બહાર જવાનું પણ ટાળો. નાના બાળકોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હવે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લાં 15 દિવસમાં 68 હજાર લોકોને સ્પર્શી ગયો કોરોના, બુલેટ ગતિએ એક્ટિવ કેસ વધીને 44 હજારને પાર.
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. કોરોના સંક્રમણના કેસો જે ઝડપે વધે છે સાજા થનારાની સંખ્યા સાવ નામ માત્ર છે. રાજ્યમાં 8 હજારથી વધુ સંક્રમિતોની સામે સાજા થનારાઓની સંખ્યા 3 હજાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં 5 હજારથી વધુ દર્દીઓનો વધારો થયો છે. રાજ્યમાં બુલેટ ગતિએ બુલડોઝર ફેરવતા કોરોના સામે તંત્ર સહિત બધા જ લાચાર બની ગયા છે. એપ્રિલમાં કોરોનાની ગતિ તિવ્ર
બની છે.

રિલેટેડ ન્યૂઝ