જામનગરના ધૂતારપર ગામે ગ્રામજનોના સાથ સહકારથી ચાલતી કોવિડ હોસ્પિટલ

ધુતારપર-ધુડ શિયાના 60 યુવાનોની ટીમ કોરોના દર્દીઓની દવા, ઓક્સિજન સહિતની કામગીરીમાં ખડે પગે

   (પ્રતિનિધિ દ્વારા)ફલ્લા તા. 3

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે જામનગર તાલુકાના ધુતાપર ગામે આવેલ સામુહીક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોવિડ હોસ્પિટલ ઉભી કરી ને ગ્રામજનોના સાથ સહકારથી દર્દીઓ તથા તેમના સગાવહાલા માટે સુંદર વ્યવસ્થા ગોઠવીને શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે. ધુતાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નજીકમાં જ આવેલી વિશાળ તાલુકા શાળામાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે જેમાં 15 બેડ દાખલ થવા માટે અને 15 બેડ સાજા થયેલા દર્દીઓને દેખરેખ ઉપર રાખવા માટે ગોઠવવામાં આવી છે. કેન્દ્રના અધિક્ષક ડો. જે.એમ. વ્યાસના આગેવાની નીચે તમામ સ્ટાફ દર્દીઓની 24 કલાક દેખરેખ રાખી રહ્યા છે જેમાં ફીજીયો થેરાપી નેચરોપેથી સહિતની સુવિધા આપી રહ્યા છે કુલ 18 વ્યક્તિનો સ્ટાફ દર્દીઓને પુરા સેવા પાડી રહ્યા છે. આ કામગીરીને ટેકો આપવા માટે ધુતારપુર ઘુડશીયાના 60 જેટલા વ્યક્તિઓની ટીમ કામગીરી કરી રહ્યા છે. એક ટીમ ઓક્સિજનના બાટલો ભરવાનું કામ કરે છે. એક ટીમ દર્દીઓની દવાના વ્યવસ્થાનું કામ કરે છે. એક ટીમ દર્દીઓને તથા તેમના સગાઓને જમવા, ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા વિનામુલ્યે પુરી પાડે છે ભાઈ-બહેનોની ટીમ દ્વારા દરરોજ શુધ્ધ અને સાત્વીક ભોજન બનાવીને જમાડવામાં આવે છે સાથો સાથ નારંગી જ્યુસ, નાળીયેર પાણી, અને પપૈયા પણ પીરસવામાં આવે છે એક ટીમ વધુ મેનેજમેનટ પણ સંભાળી રહી છે. ઘુડશીયા પ્રણામી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક અને સામુહીક આરોગ્ય કેનદ્ર દ્વારા બે એમ્બ્યુલન્સ સેવા માટે ખડે પગે રહે છે. જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ ફાચરા, હાદિકભાઈ કાછટીયા, પરેશભાઈ ભંડેરી, જેન્તીભાઈની ટીમ વગેરે કામ કરી રહી છે. આ કોરોનાની બીજી લહેરમાં 125 દર્દીઓમાંથી 96 દર્દીઓને સાજજા કરીને પરત ઘરે મોકલી આપવામાં આવ્યા છે. હેલ્પલાઈન માટે હસમુખભાઈ પ્રમુખ મો. 99258 70566, હાર્દિકભાઈ કાછડીયા મો. 98252 61050, પર સંપર્ક કરવો

રિલેટેડ ન્યૂઝ