બાબરા મુસ્લિમ બિરાદરો દ્વારા યુધ્ધ ના ધોરણે ઓક્સિજન રીફીલીંગ પ્લાન્ટ ઉભો કર્યો

જીલ્લા ની સરકારી હોસ્પિટલો માટે અગ્રતા દૈનિક 350 થી વધુ રીફીલ તૈયાર કરાશે

 (પ્રતિનિધિ દ્વારા)બાબરા તા.3

ભાગ્ય બડા તો રામ ભજ,વખત બડા તો કછુદે,અકલ બડી તો ઉપકાર કર ,દેહ ધર્યા ફળ એહ..ઉપરોક્ત પંક્તિ ને સાર્થક કરતી ધટના બાબરા મુસ્લિમ ઓદ્યોગિક વીરો દ્વારા અમલ કરી અને હાલ કોરોના મહામારી માં અમુલ્ય ગણાતા ઓક્સીજન રીફીલીંગ પ્લાન એક કરોડ ઉપરાંત નો ખર્ચ કરી અને દર્દી નારાયણ ની સેવા માટે પોતાના ધંધા રોજગાર છેલ્લા કેટલાક સમય થી બંધ રાખી દૈનિક લાખો નું નુકશાન સહન કરી માનવતા ની મહેક પ્રસરાવી અને ખારા જળ માં મીઠી વીરડી સમાન કામગીરી શરૂ રાખવા માં આવી છે બાબરા જી.આઈ.ડી.સી રાજકોટ રોડ સ્થિત ઇન્ડોમેંટ સ્ટીલ પ્રા.લી ના માલિકો દ્વારા છેલ્લા ત્રણ માસ દરમ્યાન પોતાના અને સાથી ઇન્ડ ગ્રુપ ના રોજગાર બંધ રાખી પોતાના ગ્રુપ માં એક સીલીન્ડર કિમત 12000 એવા 300 જેટલા ઓક્સીજન ભરેલા સીલીન્ડરો વિના મુલ્યે ઉપયોગ કરવા લોક સેવા માટે ફાળવી સેવા યજ્ઞ શરૂ કર્યા બાદ દર્દી પરિવારો ખાલી સીલીન્ડરો પરત આપવા નહી આવવા છતાં આજે જીલ્લા કલેકટર આયુષ ઓક અને સ્થાનિક મામલતદાર બગસરિયા ના માર્ગ દર્શન સહકાર મુજબ ઉદ્યોગવીરો એ એક કરોડ ઉપરાંત નું પ્રાઈવેટ રોકાણ કરી દૈનિક 350 થી વધુ 20.કેવી ના રીફીલીંગ કરવા ઓક્સીજન નું ઉત્પાદન શરૂ કરવા માં આવ્યું છે જેમાં ઓક્સીજન ઉત્પાદન નો જથ્થો માત્ર ઉત્પાદિત ખર્ચ અને જી.એસ.ટી મળી માત્ર રૂપિયા 450 આજુબાજુ દર્દી પરિવાર ને આપવા જાહેરાત કરવા માં આવી છે વળી ઉત્પાદિત ઓક્સીજન ગરીબ મધ્યમ પરિવાર ના અમરેલી જીલ્લા ની સરકારી હોસ્પિટલો માં સારવાર લેતા લોકો માટે પ્રથમ અગ્રતા આપી રીફીલીંગ કરી આપવા માં આવનાર હોવાનું જણાવવા માં આવ્યું છે સરકારી હોસ્પિટલો માં મોટા ભાગે ગરીબ પરિવારો સારવાર લેતા હોવાનો અભ્યાસ બાદ સરકારી હોસ્પિટલો માં ઓક્સીજન પૂરી માત્રા માં ઉપલબ્ધ કરાવવા જીલ્લા કલેકટર અને સ્થાનિક મામલતદાર દ્વારા થયેલું સુચારૂ આયોજન લોકો દ્વારા આવકારવા માં આવ્યું છે

રિલેટેડ ન્યૂઝ