ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં નવ હજાર લિટરની ઑક્સિજન ટેન્ક કાર્યરત

સાંસદના હસ્તે લોકાર્પણ કરાયું


ખંભાળિયા, તા.3
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક કક્ષાએ કોરાનાની અદ્યતન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવારની સુવિધાને વિસ્તારવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ સોમવારે સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે પચાસ લાખના ખર્ચે તૈયાર થયેલી નવ હજાર લીટર ઑક્સિજન ટેન્કનું રીબીન કાપીને લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
ઓકસિજન ટેન્કના લોકાપર્ણ પ્રસંગે સાંસદ પૂનમબેને જણાવ્યું હતુ કે, ખંભાળિયાની સિવીલ હોસ્પિટલમાં અત્યારે 110 બેડ ઓક્સિજન ઉપલબ્ધ છે. તેમાં કેટલાક વેલ્ટીનેટર પરના દર્દીઓને ઓકસિજનની વધુ જરૂરીયાત હતી અને કેટલાક દર્દીઓને ઓકસિજના અભાવે દાખલ કરી શકાતા ન હતા. પરંતુ રાજય સરકારના સતત પ્રયત્નો રહયા છે કે અહીંની હોસ્પિટલને ઓકસિજન ટેન્ક મળે. કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. કંપની દ્વારા રૂ. પચાસ લાખના ખર્ચે નવ હજાર લીટરની ટેન્ક જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જનરલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી 19 હજાર ઑક્સિજનની કેપેસીટી હતી તેમાં આજે નવ હજારનો વધારો થયો છે. આ નવ હજાર ઓકસિજનની ટેન્ક ફકત સાત દિવસમાં ઉભી કરવામાં આવી અને તમામ ખર્ચ કુરંગાની કંપની આર.એસ.પી.એલ. કંપની દ્વારા ઉઠાવામાં આવ્યો છે. આ ઓકસીજન ટેન્કનો વધારો થતા પચાસ ઑક્સિજન બેડ પણ વધી જશે અને દર્દીઓને વધુ સારી રીતે સારવાર મળી શકશે. હાલ હોસ્પિટલ ખાતે પ્રતિદિન સરેરાશ 5 થી 7 હજાર લીટરનો ઑક્સિજનનો વપરાશ છે. કોવિડ સેન્ટરમાં સોળ ડોકટરનો સ્ટાફ સતત દર્દીઓની સેવા કરી રહયા છે.

રિલેટેડ ન્યૂઝ