દેરડીકુંભાજીમાં આજથી 15 દિ’ સંપૂર્ણ લોકડાઉન

કોરોનાની સાંકળ તોડવા હવે ગામોનો આંશિક નહીં પૂર્ણ લોકડાઉન તરફ સ્વયંભૂ ઝૂકાવ

મોરબીના વકીલોનો 15 દિવસ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેવા નિર્ણય

તળાજામાં બંધ બાદ બજારો ખુલતા લોકોના ટોળા ખરીદી કરવા ઉમટી પડ્યા
આમાં ક્યાંથી કોરોના જાય?: ગામડેથી એકઠી થતી ભીડ રોકવામાં તંત્ર નિષ્ફળ
ભાવનગર: ભાવનગરજિલ્લાના તમામ તાલુકામાં સૌથીવધુ કોરોના તળાજા પંથકમાં હોવા છતાંય લોકો માં સ્વંય જાગૃતિ નો અભાવ છે.વેપારીઓ અને પ્રસાશન એ સંકલન કરી શનિ રવિ સ્વયંભુ બંધ રાખેલ.બે દિવસ ના બંધ બાદ આજે બજારો ખુલતા જ ગામડે થી ખરીદી કરવા માટે કીડીયારૂ ઉભરાય તે હદે ભીડ જામી હતી.
એ હદે ભીડ જામી હતીકે મુખ્ય રસ્તા પર ચાલવું અને વાહન લઈ ને નીકળવું ભારે થઈ પડતા પોલીસ અધિકારી મૂળિયા એ સતત બે કલાક સુધી ટ્રાફિક હળવું કરવા કવાયત કરી હતી.રસ્તા પર ટ્રાફિક જામ ના ફોટાઓ વાયરલ થયા હતા.બે દિવસ ના સ્વૈચ્છિક લોક ડાઉન નો ગામડે થી કીડીયારું ની જેમ ઉભરાયેલ રસ્તા જોતા ભુહડયો વાળી દીધો હોવાનું લોકોકહી રહ્યા હતા.
ગામડા ઓમાં જીવન આવશ્યક મોટા ભાગની વસ્તુઓ મળવા છતાંય અહીં ખરીદી કરવામાટે શું કામ આવે છે? તેવો પ્રશ્ન થઈ રહ્યો છે.તંત્ર ને ગામડે થી તળાજા માં લોકો આવતા રોકવા માટે તંત્ર ને પ્લાણ આપવા છતાંય તેનો અમલ કરવામાં આવ્યો નથી.તળાજા વાસીઓ ની માસિકતા બંધાઈ હતીકે તંત્ર ભીડ એકઠી ન થાય તેવું આયોજન કરવામાં નિષ્ફળ રહ્યૂ છે.
તળાજામાં પાન માવા બીડી ની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી.અમુક દુકાનદારો એ આવતા ગ્રાહકો સાથે ઘર્ષણ ન થાય તે માટે દુકાન બંધ કરી દીધી છે.

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.3
કોરોનાને ખાળવા છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્રના ગામો-શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉન અમલમાં છે. દેરડી કુંભાજી ગામે આંશિક નહીં, સંપૂર્ણ ચુસ્ત લોકડાઉનનો 15 દિવસ માટે અમલ શરૂ કરી દીધો છે, તો મોરબીના વકીલોએ 15 મે સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો છે.
દેરડી કુંભાજીમાં સંપૂર્ણ ચુસ્ત લોકડાઉનનો અમલ
ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોનો હાહાકાર મચી જવા પામ્યો છે.ગામમા મૃત્યું આંકમાં પણ વધારો જોવા મળ્યો છે.કોરોનાને લઈને દેરડી(કુંભાજી) ગામે છેલ્લા 15 દિવસથી બપોરના 1 વાગ્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા દેરડી(કુંભાજી)માં લોકડાઉન કરવામાં આવ્યું હતું.પરંતું ગોંડલ તાલુકાના મોટા ગામો પૈકીના ગામોમાં ગણના પામતા દેરડી(કુંભાજી) ગામ સાથે ગોંડલ તાલુકા ઉપરાંત આજુબાજુના અમરેલી જિલ્લાના 35 ગામો તબબી સેવા તેમજ વેપાર ઉદ્યોગ, ખરીદી માટે સંકળાયેલા હોવાથી દેરડી(કુંભાજી) ગામમાં લોકોની વ્યાપક પ્રમાણમાં અવરજવર રહેતી હતી.અને કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા ન હતા.જેમને લઈને દેરડી(કુંભાજી) ગામે સંપૂર્ણ લોકડાઉનની જરૂરિયાત ઉભી થવા પામી હતી.આ અંગે ગ્રામ પંચાયતના વિરોધ પક્ષના સભ્યો દ્વારા દેરડી(કુંભાજી)ગામના સરપંચ શૈલેષભાઈ ખાતરાને મૌખિક રજૂઆત કરીને ગામમાં તાત્કાલિક સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરતા સરપંચે બીજા જ દિવસે ઈમરજન્સી ગ્રામ પંચાયતની મિટીંગ બોલાવી હતી અને મિટીંગમાં સર્વાનુમતે ફરતો ઠરાવ કરીને આજ રોજ બપોર બાદ 3 વાગ્યાથી તારીખ-3થી આગામી તારીખ 10 સુધી ગામમાં 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે.દેરડી(કુંભાજી) ગામે સાત દિવસના સંપૂર્ણ લોકડાઉન અંગે તેમનું કડક પાલન કરાવવા માટે તાલુકા મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સહિતના લોકોને સરપંચ દ્વારા પત્ર પાઠવીને અમલ કરવાનું જણાવ્યુ છે.ત્યારે ત્યારે દેરડી(કુંભાજી) ગામે હોસ્પિટલ,મેડીકલ ઈમરજન્સી સુવિધા રાબેતા મુજબ અને દુધની ડેરી સવારના 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી અને સાંજના 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી તેમજ ફ્રુટના વેપારીઓને સવારથી બપોરના 1:00 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે.
મોરબીમાં 15 મે સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે
મોરબીમાં હાલમાં કોરોનાની બીજી લહેર કહેર વરસાવી રહી છે અને કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે મોરબીના વકીલો, મોરબી કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે પરીસ્થિતી કાબુ બહાર ન જાય તેનો ખ્યાલ રાખી મોરબી બાર એસોસિએશને વકીલો સાથે ચર્ચા કરી આજે તા. 03/05/2021થી 15/05/2021 સુધી દરેક વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે તેવો નિર્ણય લેવામાં આવેલ છે. બીનજરૂરી પક્ષકારોને ન બોલાવવા તેમજ અરજન્ટ કામગીરી સીવાય બીજા કાર્યોથી અળગા રહી કોર્ટ કામકાજ પુરુ કરી કોર્ટ કેમ્પસ છોડી દેશે તેવી અપીલ કરવામાં આવેલ છે જેમાં બાર એસો. દ્વારા કોર્ટોને પણ તા. 03/05/2021થી 15/05/2021 સુધી વકીલોની ગેરહાજરી દરગુજર કરી આગળની કાનુની કાર્યવાહી જે તે સ્ટેજે રાખવા વિનંતી તેમજ વકીલો અને પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નિકાલ નહી કરવા કે ક્રીમીનલ કેસોમાં પક્ષકારો સામે વોરંટ નહી કાઢવા અને દીવાની દાવાઓમાં યથાવત સ્થિતી જાળવી રાખવા મોરબી બાર એશોસીએશન તરફથી વીનંતી કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે માત્ર અરજન્ટ અને યુ.ટી.પી. કાર્યવાહી જ ચાલુ રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ