સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાથી વધુ 182 દર્દીએ જીવ ગુમાવ્યા

મહામારીનું સંક્રમણ ઘટયું: 24 કલાકમાં 2782 નવા કેસ નોંધાયા

રાજકોટ – જામનગરને કોરોનાએ ધમરોળતા મુત્યુઆંક 70ને પાર : 2365 દર્દી સ્વચ્છ થતાં રજા અપાઇ

ભાવનગર મનપાની સ્ટેેન્ડીંગ કમિટીના ચેરમેન કોનાગ્રસ્ત
ભાવનગર: ભાવનગરના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડીંગના ચેરમેન કોરોના પોઝીટીવ થયેલ છે. ભાવનગરમાં કોરોના સંક્રમણ વધ્યું છે. જ્યારે રાજકીય આગેવાનો કોરોના સંક્રમીત થયા છે. ભાવનગરનાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ રાજીભાઇ પંડયા અન ભાવનગર મહાનગર પાલિકાના સ્ટેેન્ડીંગ કમીટીનાં ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા સહિત ભાજપના અનેક કાર્યકરો કોરોના સંક્રમણી થયા છે.

કોડીનારના ડોળાસા ગામના માત્ર 18 દિવસના અંતરે કોરોના દંપતીને ભરખી ગયો
ડોળાસા: ડોળાસા અને આજુબાજુના ગામોમાં કોરોનાનો ઉપદ્રવ ચાલુ છછે. ખાસ કરીને ડોળાસા અનેે બાજુના કાણકીયા ગામે પણ કોરોનાએ માજા મુકી છે. આ ગામના પણ 8 મોત થયા છે. ડોળાસા ગામના રાજપુત સમાજના બાલુભાઇ મીઠાભાઇ મોરી (ઉ.વ .65)નું કોરોનાના કારણે અવસાન થયું હતું. આજે 18 દિવસ બાદ બાલુભાઇના પત્નિ રોણીબેન (ઉ.વ. 63) પણ કોરોનાનો ભોગ બનતા સમગ્ર ગામ સ્તબ્ધ બની ગયું છે. બાલુભાઇ બિલેધર ખાંડ ઉદ્યોગના નિવૃત કર્મચારી હતા. બાલુભાઇ શાંત સ્વભાવના અને નિરવ્યશની હતા ગામની 1 કિ.મી. દુર વાડીએ રહેતા હતા. તેમના પાંચ ભાઇઓના વચ્ચે એવો પ્રેમ ભર્યો નાતો કે વર્ષો સુધી સાથે રહ્યાં બાદ તાજેતરમાંજ અલગ પડયા હતા. બાલુભાઇ પણ પાંચ દિકરીઓ અને એક પુત્રના પિતા હતા. ગત તા. 16/4ના રોજ બાલુભાઇના અવસાનનો શોક હજુ સમ્યો નથી ત્યાં આજે તેમના પત્ની રાણીબેન પણ પતિની વાટ ચાલી નિકળતા સમગ્ર પરિવારમાં ભારે આક્રંદ અને શોક છવાયો છે.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 3
સૌરાષ્ટ્ર-કચ્છમા કોરોનાની મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ દિનબદીન પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકમા ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.કોરોનાનું કાળ તાંડવ શરૂ થયું હોય તેમ 24 કલાકમાં 182 દર્દીના મોત નીપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં 72, જામનગરમાં 73, કચ્છમાં 3, સુરેન્દ્રનગરમાં 4, જૂનાગઢમાં 9, ભાવનગરમાં 12, બોટાદમાં 1, અમરેલીમાં 4, દેવભૂમિ દ્વારકા 3 અને પોરબંદરમાં 1 દર્દીએ સારવારમાં દમ તોડ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી સંક્રમણ વધતા 24 કલાકમાં વધુ 2782 નવા કેસ નોંધાયા છે.જેમાં રાજકોટમાં 524, જામનગરમાં 712, અમરેલીમાં 99, ગીરસોમનાથમાં 120, જૂનાગઢમાં 280, મોરબીમાં 110, ભાવનગરમાં 571, દેવભૂમિ દ્વારકામાં 50, સુરેન્દ્રનગરમાં 71, પોરબંદરમાં 44, બોટાદમાં 14 અને કચ્છમાં 187 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 2365 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજકોટ
રાજકોટ શહેર-જિલ્લામાં હાહાકાર મચાવતા કોરોનાથી આજે રાજકોટ શહેર-જીલ્લામાં રેકોર્ડબ્રેક 72 દર્દીના મોત નીપજ્યા છે.જ્યારે 24 કલાકમાં નવા 524 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 397 અને ગ્રામ્યના 127 દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા 937 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અને મત્યુઆંક વધતા લોકોમાં ફફડાટ અને તંત્રમાં દોડધામ મચી ગયો છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામા આજરોજ 571 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 15,015 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 257 પુરૂષ અને 174 સ્ત્રી મળી કુલ 431 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં 37, ઘોઘા તાલુકામાં 9, તળાજા તાલુકામાં 40, મહુવા તાલુકામાં 16, વલ્લભીપુર તાલુકામાં 9, ઉમરાળા તાલુકામાં 8, પાલીતાણા તાલુકામાં 5, સિહોર તાલુકામાં 12, જેસર તાલુકામાં 1 તેમજ ગારીયાધાર તાલુકામાં 3 કેસ મળી કુલ 140 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ ગારીયાધાર ખાતે રહેતા એક દર્દી, વલ્લભીપુર તાલુકાનાં ચોગઠ ગામ ખાતે રહેતા એક દર્દી, સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે રહેતા એક દર્દી, મહુવા ખાતે રહેતા એક દર્દી, ઉમરાળા તાલુકાનાં ધોળા ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં મીઠી વિરડી ગામ ખાતે રહેતા એક દર્દી અને તળાજા તાલુકાનાં જસપરા ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ 12 દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 184 અને તાલુકાઓમાં 113 કેસ મળી કુલ 297 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આમ જિલ્લામા નોંધાયેલા 15,015 કેસ પૈકી હાલ 4,316 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 176 દર્દીઓનુ અવસાન થયેલ છે.
જૂનાગઢ
જુનાગઢ શહેર તથા જિલ્લામાં કોરોના રાક્ષસી રૂપ ધારણ કરતો જાય છે, કોરાના દિન પ્રતિદિન ભયંકર રીતે સંક્રમણ વધારી રહ્યો છે. ત્યારે આજેપણ જૂનાગઢ શહેરના 4 મળી જિલ્લાના કુલ 9 દર્દીનો કોરોના એ ભોગ લીધો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરના 148 લોકો સહિત જિલ્લાના અત્યાર સુધીના 280 લોકોને ઝપેટમાં લઇને કોરીનાએ પોઝિટિવ બનાવી દેતા સમગ્ર સોરઠ પંથકમાં કોરોનાએ હાહાકાર મચાવી દિધો છે, સતત વધતા જતા કોરોના કેસના કારણે જિલ્લા તંત્ર દોડતું થયું છે, આરોગ્ય વિભાગ વધુ પડતા દર્દીઓ અને ઓછી સુવિધાથી બિચાલું બન્યું છે શહેર તથા જિલ્લામાં એકપણ કોવીડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખાટલા નથી તો એક પણ કેર સેન્ટરમાં જગ્યા નથી .
જૂનાગઢ સહિત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી કોરોના કૂદકે ને ભૂસકે લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેને લઇને શહેરમાં અને જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ સતત ઉંચો જઈ રહ્યો છે. આજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરના 4, જૂનાગઢ તાલુકાનાં 1, માણાવદર તાલુકાના 1, મેંદરડા તાલુકાના 1, વંથલી તાલુકાનાં 1 અને વિસાવદર તાલુકાના 1 દર્દી મળી કોરોના ગ્રસ્ત કુલ 9 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે જૂનાગઢ શહેરના 148, જૂનાગઢ તાલુકાના 11, કેશોદ તાલુકાના 14, ભેસાણ તાલુકાના 7, માળિયા તાલુકાના 21, માણાવદર તાલુકાનાં 14, મેંદરડા તાલુકાનાં 8, માંગરોળ તાલુકાના 31, વંથલી તાલુકાના 10 અને વિસાવદર તાલુકાના 16 મળી કુલ 280 લોકો કોરોના ગ્રસ્ત જાહેર થતાં તેમને હોસ્પિટલમાં સારવારમાં લેવામાં આવ્યા છે. જો કે તેમની સામે કોરોનાને મહાત આપેલ 255 દર્દીઓને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
જામનગર
જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ હજુ પણ યથાવત રહ્યું છે. તેમાં પણ છેલ્લા દસેક દિવસ થી કોરોના નું ભયાનક રૂપ જોવા મળ્યા પછી આજે કોરોના ના મૃત્યુ મામલે નજીવી રાહત જોવા મળી હતી. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો ઘટી ને 73 નો થયો છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે પણ 712 ઉપર પહોંચ્યો હતો
સમગ્ર સૌરાષ્ટ્ર માં જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે.અને દર કલાકે ત્રણ દર્દીઓ ના કોવીડ હોસ્પિટલમાં મૃત્યુ થઈ રહ્યા છે.જે ગંભીર બાબત છે.
જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માં આજે 2317 લોકો ના કોરોના લક્ષી ટેસ્ટ કરવા માં આવ્યા હતા.જેમાં થી 393 લોકો ના રિપોર્ટ પોઝિટીવ મળ્યા હતા.તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં આજે 489 લોકો ના કોરોના લક્ષી ટેસ્ટ કરવા માં આવ્યા હતા જેમાં થી 319 લોકો ના રિપોર્ટ પોઝીટીવ મળ્યા હતા.
જામનગર ની કોવિડ હોસ્પિટલમાં માં છેલ્લા 24 કલાક દરમિયાન 73 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જો કે સતાવાર રીતે આજે જિલ્લા ના પાંચ મૃત્યુ કેસ જાહેર કરવા માં આવ્યા છે.
સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 393 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 16,182 નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 319 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો 8,394 નો થયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેર ના 305 અને ગ્રામ્યના 136 મળી 441 દર્દીઓ કોરોના મુક્ત બન્યા છે.જે સારી બાબત ગણાવી શકાય.
ગીર સોમનાથ
કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્લા- ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં હતા. આજે ફરી કેસોની સંખ્યાનમાં વઘારો નોંઘાયો છે. જિલ્લામાં આજે નવા 116 કેસ નોંધાયા છે. જેમાં વેરાવળમાં 27, સુત્રાપાડામાં 15, કોડીનારમાં 18, ઉનામાં 26, ગીરગઢડામાં 11, તાલાલામાં 2 કેસો નોંઘાયા છે. આજે જીલ્લાસમાં એક પણ મૃત્યુો નોંઘાયેલ નથી. આજે પ્રથમ વખત રેકર્ડબ્રેક સારવારમાં રહેલા 116 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વરસ્થ થયા છે.
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્યાાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 70 હજાર 408 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 4,898 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.
પોરબંદર
પોરબંદરમાં કોરોનાના ર9 પોઝીટીવ કેસ જાહેર થયા છે. જેમાં સૌથી વધુ છાયા વિસ્તારના નોંધાયા છે તો એક દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક 13ર થયો છે.
પોરબંદરમાં ર4 કલાકમાં 4રર લોકોના કોરોના ટેસ્ટ થયા હતા તેમાંથી શહેરના સુતારવાડા, આંબેડકરનગર, છાયા, પરિશ્રમ સોસાયટી, ઝુંડાળા, કડીયાપ્લોટ, બિરલા કોલોની, પેરેડાઇઝ સિનેમા વિસ્તાર, વાડીપ્લોટ, કુતિયાણા અને રાણાબોરડીમાં આ કેસો જાહેર થયા છે. તે ઉપરાંત એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજયું છે. કુલ પોઝીટીવ કેસ 1571 થયા છે. હજુ રર6 લોકોમાં કોરોના એકટીવ છે.
સુરેન્દ્રનગર
આજે સુરેન્દ્રનગરમાં કોરોનાના કુલ 67 કેસ છે. જ્યારે 7 મોત થયા છે. આજે કોરોનાના કેસમાં 16 દિવસ બાદ 60 ટકા ઘટાડો નોંધાયોછે. તેમ આરોગ્ય શાખા તરફથી જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ