અમારી માન્યતા તૂટી ગઈ, સિવિલ લાસ્ટ નહીં, ફર્સ્ટ ઓપ્શન હોવી જોઈએ: મારવાડી દંપતી

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સેવાથી કોરોનાથી સાજા થયેલ દંપતી ગદગદિત: સરકાર સારું કામ કરી રહી છે, તેને દોષ ન આપો: બિયાની

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર તા.4
જૂનાગઢ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કોરોના દર્દીઓએ સિવિલ હોસ્પિટલની તબીબી સેવાના મોં ફાટ વખાણ કરતા કહ્યું હતું કે, અમારી મિથ (માન્યતા) તૂટી ગઈ, સિવિલ લાસ્ટ નહીં, બલ્કે ફર્સ્ટ ઓપ્શન હોવી જોઈએ.
હમારે દિમાગમેં સિવિલ કે બારેમે ઐસી ઇમેજ હૈ કી વહાં જરૂરિયાતમંદ લોગ હી સારવાર લેતે હૈ, ઔર સિવિલ હંમેશા લાસ્ટ ઓપ્શન રહેતા હૈ… આ ઇમેજ સાથે મૂળ સિરસાના (રાજસ્થાન) અને રાજકોટને છેલ્લા 22 વર્ષથી કર્મભૂમિ બનાવી ચૂકેલા બિયાની દંપતીને કોરોના થયા બાદ છેલ્લા ઓપ્શન તરીકે સિવિલમાં દાખલ થવું પડ્યું હતું. સમરસ ખાતે 14 દિવસની સારવાર બાદ સિવિલ હોસ્પિટલ છેલ્લો નહીં પરંતી પહેલો ઓપ્શન હોવો જોઈએ તેવી સિવિલની છાપ સાથે સ્વસ્થ થઈ ઘરે પાછા જતી વેળાએ દરેકે ખાનગી દવાખાનામાં સારવારના બદલે સિવિલ ખાતે સારવાર લેવી જોઈએ તેવો મારવાડી પરિવારે અનુરોધ કર્યો હતો.
78 વર્ષીય પવનભાઈ બિયાની આજી વસાહતમાં મશીન ટુલ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ગત તા. 15ના તેઓ કોરોના પોઝિટિવ આવ્યા. બીજા દિવસે તેમના પત્ની અંજનાબેનને પણ કોરોના થયો. ઓક્સિજન લેવલ ઘટતા ખાનગી હોસ્પિટલમાં બેડ મળવાની શક્યતા નહિવત હોવાનું માલુમ પડતા મને-કમને સિવિલમાં દાખલ થયા. અહીથી તેમને સારવાર અર્થે સમરસ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે રીફર કરાયા. જ્યા ડોક્ટર્સની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ઉપરાંત વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવતી. સારવારથી સંતુષ્ટ પવનભાઈ જણાવે છે કે, મેં મારી જિંદગીમાં આટલી સારી સારવાર જોઈ નથી. સમગ્ર સ્ટાફ અમારો ખુબ ખ્યાલ રાખતો. સરકારી તંત્ર દ્વારા સિસ્ટેમેટિક કામગીરી અને પોઝિટિવ એપ્રોચથી અમે લોકો સાજા થયા છીએ.
તેમના પત્ની અંજનાબેન રજા લેતી વેળાએ ખુબ જ ભાવુક બની બધાનો આભાર માનતા જણાવે છે કે, મેરે પાસ શબ્દ નહિ હે, ઈન લોગોને જિસ તરહ પ્રેમ ભાવ સે સારવાર કી હૈ, ધન્યવાદ સબ છોટા હે ઈન લોગો કે લિયે…. હું મોતના મુખમાંથી બહાર નીકળી છું. અહીં સુવિધાઓ, સ્ટાફની લાગણી, ફીઝયોથેરાપિસ્ટ, ડોક્ટર્સ બધાએ પરિવારની વિભાવના સાથે મદદરૂપ બની અમને નવું જીવન આપ્યું છે.
“હમારી ગવર્મેન્ટ અચ્છા કામ કર રહી હૈ, ઉનકો દોષ મત દો, હમે અપને આપકો બદલનેકી જરૂરત હૈ આવા સમયે કોઈને દોષ દેવાનું નહિ પરંતુ સરકાર જે કરી રહી છે તેની દિલથી સરાહના કરવી જોઈએ તેમ અંજનાબેન કૃતજ્ઞભાવ વ્યક્ત કરતા વિનંતી કરે છે.
પવનભાઈ બિયાનીના પુત્રવધુ સ્વાતિબેન બિયાની હિન્દી તેમજ ઈંગ્લીશમાં તેમના પરિવારને મળેલ સારવાર સુવિધાનો અનુભવ જણાવતા કહે છે કે, અહીં જે સારવાર અને કમ્યુનિકેશન રિસ્પોન્સ અમને મળ્યો છે તે અમે કલ્પનામાં પણ વિચાર્યો ના હોય તેવો હતો. અહીં દર્દીને એકપણ મિનિટ માટે ઓક્સિજન કે ઇન્જેક્શનની કમી પાડવા દીધી નથી.

રિલેટેડ ન્યૂઝ