મહામારીના મરણઆંકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધપાત્ર ઘટાડો: 57ના મોત

રાજ્યમાં કોરોનાના કુલ મૃત્યુઆંકમાં 50 ટકા જેટલા દર્દીઓ સૌરાષ્ટ્ર-કચ્છના: નવા 2933 લોકો ચડ્યા મહામારીની ઝપટમાં રસીકરણ લેનારા સાથે સાજા થનારાની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો

ગોંડલ યુવા ઉદ્યોગપતિનો કોરોનાએ ભોગ લીધો
કોરોનાએ અનેક પરિવારના માળા વિખી નાખ્યા છે ત્યારે પોરબંદર સાંસદના ભત્રીજા આશાસ્પદ યુવા ઉદ્યોગપતિ સિનિયર પત્રકારનાં જમાઈ નું કોરોનાના કારણે મોત નિપજતા પરિવાર શોકમગ્ન બનવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કૈલાશબાગ સોસાયટીમાં રહેતા અને શાપર ખાતે બાલકૃષ્ણ ફોર્જિંગ નામે કારખાનું ધરાવતા મહેક નાનુભાઈ ધડુક (ઉ.વ. 30) પંદર દિવસ પહેલા કોરોના સંક્રમિત થતા ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ હતા તબિયત સુધારો પણ થવા લાગ્યો હતો પરંતુ ડીડાઈમર (લોહી ઘટ) થવા લાગ્યું હતું અને તેમાં લોહીના ગઠ્ઠા થવા લાગતા સારવાર કારગર નિવળી ન હતી કોરોના એ તેમનો ભોગ લીધો હતો.
યુવા ઉદ્યોગપતિ મહેક ધડુક પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના કૌટુંબિક ભત્રીજા તેમજ ગોંડલના સિનિયર પત્રકાર કિશોરભાઈ ગજેરાના જમાઈ હતા એક વર્ષ પહેલાજ લગ્ન થયા હતા આશાસ્પદ યુવાનનું અકાળે નિધન થતા પરિવાર શોકમગ્ન થવા પામ્યો છે.

કોરોનાને નાથવા મોરબીમાં સંતની એક પગે ઉભા રહી સાધનાનો 11મો દિવસ

જન આરોગ્ય માટે દુઆ કરતા સંતની લોકોને દવા કરવામાં કસર ન છોડવા સલાહ

મોરબીમાં કોરોનાને નાથવા મહંતની 16 દિવસ સુધી એક પગે ઉભા રહી કઠોર સાધનાનો આજે 11મો દિવસ છ.ે
મૂળ બનાસકાંઠાના થરાના વતની અને હળવદના માથક ગામે આવેલ રાણાબાપાના આશ્રમમાં આશ્રય મેળવતા મહંત રતનપુરી કેદારપુરીએ હાલ કોરોના મહામારીનો દેશ જ નહીં પુરા વિશ્વમાં અંત આવે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરવા મોરબીના કોઠાવાળા મચ્છુ માતાજીના મંદિર ઘાટે અન્નનો ત્યાગ કરી કઠોર સાધના શરૂ કરી છે.આ મહંત ગત તા.27 એપ્રિલથી અન્નનો ત્યાગ કરી 24 કલાક સુધી ઉભા પગે રહીને આગામી તા.12 મે એટલે કે લગાતાર 16 દિવસ સુધી કઠોર સાધના કરીને ભગવાન સમક્ષ કોરોનાની મહામારીને જડમૂળથી ઉખાડી ફેંકવાની પ્રાર્થના કરી રહ્યા છે. આજે તેમની આ કઠોર સાધનાનો 11મો દિવસ છે ત્યારે કઠોર તપસ્યા કરતા આ મહંત કહે છે કે,લોકોએ કોરોનાથી ડરવાની જરાય જરૂર નથી. તમામ પ્રકારની સાવચેતી રાખીને દવા કરવામાં જરાય કસર ન રાખો. દવા સાથે દુઆ પણ જરૂરી છે ઈશ્વરની સાચા મનથી દુઆ કરીએ તો આપણે હમેશા સ્વસ્થ રહીશું. સાચા સંત હમેશા સમાજનું ભલું ઈચ્છે છે આથી તેઓએ સમાજ આ રોગની પીડામાંથી મુક્ત થાય તે માટે ઈશ્વર સમક્ષ કઠોર સાધના કરી છે એટલું જ નહીં 16 દિવસની આ કઠોર સાધના બાદ મોરબીથી ચાલીને હળવદના માથક ગામે આવેલ આશ્રમે પહોંચશે અને ત્યાંથી બનાસકાંઠાના થરા ગામે ચાલીને પહોંચ્યા બાદ જ અન્ન ગ્રહણ કરશે.

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.7
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાની મહામારીના દૌરમાં નવા દર્દીઓની સંખ્યા કરતા સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તો મરણઆંકમાં પણ સારો ઘટાડો નોંધાયો છે.ે જોકે રાજ્યમાં નોંધાયેલામાં 50 ટકા મરણ સૌરાષ્ટ્ર-કચ્છના થયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાની મહામારીએ સૌરાષ્ટ્ર-કચ્છના 11 જીલ્લા અને મહાનગરોમાં કુલ 2933 નવા દર્દીઓને ઝપટમાં લીધા છે તો છેલ્લા 24 કલાકમાં સરકારી આંકડા મુજબ કુલ 57 દર્દી મોતના મુખમાં મોકલી દીધા હતા.
આજે રાજકોટ શહેરમાં 386 જ્યારે જીલ્લામાં 110 મળી કુલ 496 કોરોનાથી નવા સંક્રમિત દર્દીઓ મળ્યા હતા. જ્યારે રાજકોટ શહેરના સાત તથા જીલ્લામા: પાંચ મળી કુલ 12 દર્દીને મહામારી ભરખી ગઈ હતી.
જ્યારે ભાવનગર શહેર ગ્રામ્યમાં મળી કુલ 391 નવા કોરોનાના દર્દી મળવા સામે 11 દર્દીના મોત થયા હતા તો જામનગર શહેરમાં 726 નવા દર્દી મળ્યા સાથે 13 દર્દીઓના મોત થયા હતા. જૂનાગઢ જિલ્લામાં 482 નવા દર્દી સાથે 9 દર્દીઓના મોત થયા હતા. આ સિવાય કચ્છમાં 211 નવા કેસ અને 4ના મોત, સુરેન્દ્રનગરમાં નવા 112 દર્દી સાથે 1નું મોત, અમરેલીમાં નવા 96 દર્દી 2ના મોત, મોરબીમાં 80 નવા દર્દી, દ્વારકામાં 57 નવા દર્દી ત્રણના મોત, પોરબંદરમાં 32 નવા દર્દી 1નું મોત, બોટાદમાં 19 નવા દર્દી અને બે દર્દીને મહામારી ભરખી ગઈ હતી.
પોરબંદરમાં કોરોનાના 3ર પોઝીટીવ કેસ જાહેર
પોરબંદર શહેર અને જીલ્લામાં છેલ્લા ર4 કલાકમાં કોરોનાના 3ર કેસ જાહેર થયા છે જેમાં ગ્રામ્યપંથકમાં પણ મોટીમાત્રામાં કોરોનાના કેસો નોંધાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોરબંદરમાં છેલ્લા ર4 કલાકમાં પપ9 લોકોના કોરોના ટેસ્ટ થયા હતા જેમાંથી શહેરના છાંયા વિસ્તાર, પેરેડાઇઝ સિનેમા વિસ્તાર, કડીયાપ્લોટ, ખાપટ, સિતારામનગર, શિતલાચોક, નિધિપાર્ક, રાજીવનગર, વાડીપ્લોટ, ભાટીયા બજાર, ઠક્કરપ્લોટ, ભોજેશ્ર્વરપ્લોટ જેવા વિસ્તારોમાંથી કોરોનાના કેસ મળ્યા છે તે ઉપરાંત ગામડાઓમાં પણ અડવાણા, ખાપટ, રાણાબોરડી,ઓડદર, ધરમપુર, રાતીયા,અમરદડ, વિંઝરાણા જેવા ગામોમાં પણ કોરોના પહોંચી ગયો છે. ર4 કલાકમાં પ59 લોકોના ટેસ્ટ થયા હતા. 34 દર્દીઓને ડીસ્ચાર્જ કરી દેવાયા છે. 134 લોકો કોરોનાથી મોતને ભેટી ચુકયા છે. કુલ ર16 લોકોમાં કોરોના એકટીવ છે.
સોમનાથ જિલ્લો
કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્લા- થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. આજે ફરી કેસોની સંખ્યાનમાં નોંઘપાત્ર વઘારો નોંઘાયો છે. જિલ્લામાં આજે પ્રથમ વખત કોરોનાના કેસો 230 આવ્યાઘ છે.
આજે નોંધાયેલા કેસોમાં વેરાવળમાં 71, સુત્રાપાડામાં 22, કોડીનારમાં 36, ઉનામાં 42, ગીરગઢડામાં 16, તાલાલામાં 17 તથા અન્ય જીલ્લાના 6 કેસો નોંઘાયા છે. આજે જીલ્લામમાં એક પણ દર્દીનું મૃત્યુલ નીપજેલ ન હોવાનું તંત્રએ જણાવેલ છે જયારે સારવારમાં રહેલા 71 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવેલ છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ફરી ચાલુ થઇ હોય આજે સમગ્ર જીલ્લામાં ફકત 1,581 લોકોને વેક્સિન આપવામાં આવેલી છે. અત્યાીર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 74 હજાર 661 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે.
જામનગર
જામનગર ની કોવિડ હોસ્પિટલ માં ગઇકાલે મૃત્યુ કેસ માં એક દિવસ ના ઉછાળા પછી આજે મૃત્યુ દર માં રાહત જોવા મળી છે. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો આજે ઘટી ને 55 નો થયો છે. જોકે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે પણ 724 નો થી રહ્યો છે. એટલે કે નવા પોઝિટિવ કેસ હજુ પણ યથાવત જળવાઈ રહ્યા છે.તેમા કોઈ રાહત જોવા મળતી નથી.જો કે રિકવરી રેટ સારો રહ્યો છે.આજે પણ 612 દર્દીઓ કોરોના મુક્ત બન્યા હતા.
જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર 15 મિનિટે 1 વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા આજે થોડી બ્રેક લાગી છે.
જામનગર ની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાક દરમિયાન 55 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક 3,221 નો થયો છે. જો કે સતાવાર મૃત્યુ અંક 9 જાહેર થયો છે.ઉપરાંત કોરોના ના કેસો માં ઉછાળો યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 398 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 17,772 નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 326 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો 9,722 નો થયો છે.
ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 307 અને ગ્રામ્યના 305 મળી 612 દર્દીઓન કોરોના મુક્ત બન્યા છે.
જૂનાગઢ
જુનાગઢ શહેરના 229 સહિત જિલ્લામાં અત્યાર સુધીના સૌથી વધુ 482 લોકોને કોરોના એ છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમિત કરી, 7 લોકોનો ભોગ લેતાં સમગ્ર શહેર અને જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે. અહી લોકો બિન્દાસ ઘૂમી રહ્યા છે, જેને લઇને કોરોનાના દર્દીઓની રાફળો ફાટયો છે, કોરોના હવે રાક્ષસી રૂપ ધારણ કરતો જાય છે, અને દિન પ્રતિદિન ભયંકર રીતે વધુને વધુ સંક્રમણ વધારી રહ્યો છે. સતત વધતા જતા કોરોના કેસના કારણે જિલ્લા તંત્ર દોડતું થયું છે, આરોગ્ય વિભાગ વધુ પડતા દર્દીઓ અને ઓછી સુવિધાથી બિચાલું બન્યું છે. શહેર તથા જિલ્લામાં એકપણ કોવીડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખાટલા નથી તો એક પણ કેર સેન્ટરમાં જગ્યા નથી .
જૂનાગઢ સહિત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી કોરોના કૂદકે ને ભૂસકે લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેને લઇને શહેરમાં અને જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ સતત ઉંચો જઈ રહ્યો છે. ત્યારે આજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરના 4, જૂનાગઢ તાલુકાનાં 1, ભેસાણ તાલુકાના 1, અને માણાવદર તાલુકાના 1 મળી કોરોના ગ્રસ્ત કુલ 7 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે જૂનાગઢ શહેરના 229, જૂનાગઢ તાલુકાના 24, કેશોદ તાલુકાના 41, ભેસાણ તાલુકાના 18, માળિયા તાલુકાના 42, માણાવદર તાલુકાનાં 28, મેંદરડા તાલુકાનાં 14, માંગરોળ તાલુકાના 34 વંથલી તાલુકાના 25 અને વિસાવદર તાલુકાના 27 મળી કુલ 482 લોકો કોરોના ગ્રસ્ત જાહેર થતાં તેમને હોસ્પિટલમાં સારવારમાં લેવામાં આવ્યા છે. જો કે તેમની સામે કોરોનાને મહાત આપેલ 250 દર્દીઓને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ