ગુજરાત-રાજસ્થાનનોSTબસ વ્યવહાર પણ લોકડાઉન

14 દિવસનાં લોકડાઉનના પગલે 24મી સુધી બોર્ડર-સીલ

ગાંધીનગર,તા.10
સમગ્ર દેશમાં કોરોના મહામારી બેકાબૂ બની રહી છે. તેનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારો હવે સંપૂર્ણ લોકડાઉન તરફ આગળ વધી રહી છે. એવામાં રાજસ્થાનમાં પણ કોરોનાની મહામારીના કેસમાં સતત વધોરો નોંધાઇ રહ્યો છે. જેથી રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે આજે 10મી મેથી 24મી મે સુધી રાજસ્થાન તથા ગુજરાતની બોર્ડર સંપૂર્ણ પણે સીલ કરી દેવામાં આવી છે. સાથે જ રાજસ્થાન જતા લોકોને છઝ-ઙઈછ રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાઈ રહ્યો છે.
કોરોનાનું સંક્રમણ વધતા રાજસ્થાનની ગેહલોત સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન લાગુ કરી દીધું છે. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક માત્ર 6 કિ.મી. દૂર જ રાજસ્થાનની સરહદ આવેલી છે. આજે લોકડાઉનની શરૂ થતા રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર સતર્કતા વધારી દેવામાં આવી છે. અંબાજી નજીક આવેલી છાપરી ચેકપોસ્ટથી તમામ વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ દરમિયાન ગુજરાતની એસ.ટી નિગમની બસોને પણ રાજસ્થાનમાં પ્રવેશ નહીં મળે. જોકે આવશ્યક માલવાહક વાહનો તથા ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા પોતાનો કોરોનાનો છઝ-ઙઈછ ટેસ્ટ નેગેટિવ બતાવો ફરજીયાત રહેશે અને જે લોકો જરૂરી દસ્તાવેજ નહીં બતાવે તેમણે રાજસ્થાનમાં 15 દિવસ કોરોન્ટાઇનમાં રેહવું પડશે.
રાજસ્થાનમાં 10 મેથી 24 મે દરમિયાન લોકડાઉન દરમિયાન ઈમરજન્સી તથા જીવન જરૂરિયાતની સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે. લગ્ન, ડીજે, સરઘસ અને પાર્ટી વગેરેથી સંબંધિત કોઈપણ સમારોહને 31 મે સુધી મંજૂરી અપાશે નહીં. ઘરે અથવા કોર્ટ મેરેજ તરીકે લગ્નની મંજૂરી આપવામાં આવશે, જેમાં ફક્ત 11 વ્યક્તિઓ શામેલ હશે, જેની માહિતી વેબ પોર્ટલ ઈજ્ઞદશમશક્ષરજ્ઞ. ફિષફતવિંફક્ષ.લજ્ઞદ.શક્ષ પર ઉપલબ્ધ છે. તેને તમામ માહિતી આપવાની રહેશે.

રિલેટેડ ન્યૂઝ