વિજય નેહરા: સૅટ બ્રૅક કા જવાબ કમબૅક સે!

ગામડાંઓમાં કોરોનાને કાબુમાં લેવા રૂપાણી સરકાર વિજય નેહરાને ટાસ્ક ફોર્સમાં શામેલ કરી શકે છે

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર,તા.10
ગુજરાતનાં શહેરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ ગામડાંમાં કાબૂમાં ના આવતાં સરકાર હવે ફાસ્ટટ્રેક મોડમાં આવી છે. ગુજરાત સરકારે ગામડાંમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, અને ટ્રેકિંગ વધારવાની સાથે વેક્સિનેશન અને યોગ્ય તેમજ ઝડપી સારવારની વ્યવસ્થા મજબૂત કરવા માટે ફરી એકવાર વિજય નેહરાને ખાસ જવાબદારી સોંપી આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે, એટલે કે એક વર્ષ પછી ફરીવાર કોરોના ટાસ્કફોર્સમાં નેહરાની એન્ટ્રી થઈ શકે છે.
અમદાવાદમાં કોરોનાની પ્રથમ લહેર દરિમયાન મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા વિજય નેહરાની કેટલીક કામગીરી મુદ્દે નારાજગી હોવાથી તેમની બદલી કરીને ગ્રામ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા. જ્યારે હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં શહેરોની સાથે ગામડાં પણ વધુ સંક્રમિત બન્યાં છે, ખાસ કરીને ત્યાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દર્દીઓની સ્થિતિ બગડી રહી હતી, કેમ કે ટાંચા સાધનો અને સારવારના અપૂરતાં સાધનોને કારણે ગામડાંની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

રિલેટેડ ન્યૂઝ