જૂનાગઢમાં પોટલાએ ધંધે લગાડ્યા: અંતે કપડા નિકળતાં લોકોને હાશકારો

(પ્રતિનિધિ દ્વારા) જૂનાગઢ તા.9
જૂનાગઢના કાળવાના પુલ નીચેથી આજે બપોરે એક ભેદી પોટલું મળી આવતા કુતૂહલ વશ લોકોના ટોળેટોળા ઉમટયા હતા. જોકે બાદમા પોટલું ખોલી તપાસ કરતા, કોથળામાંથી બિલાડા જેવી વાત સામે આવી હતી અને પોટલા માંથી માત્ર કપડાં અને બિનજરૂરી વસ્તુઓ નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
જૂનાગઢ શહેરના કાળવા ચોક નજીક આવેલ કાળવા પુલ નીચે આજે બપોરના સમયે એક પોટલું લોકોની નજરે ચડતાં અનેક તર્ક-વિતર્કો થવા લાગ્યા હતા, અને લોકોના ટોળેટોળા કાળવા નદીના પુલ પર કુતુહલવશ એકઠા થયા હતા.
દરમિયાન આ પોટલાને ખોલવામાં આવતાં અંદરથી નકામા કપડા અને બિનજરૂરી વસ્તુઓ નીકળી હતી ત્યારે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ