તાલાલા પંથકમાં વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય ચુકવવાની કાર્યવાહીનો થતો પ્રારંભ

45 ગામના અંદાજે 16 હજાર ખેડુતોમાંથી 8200 ખેડુતોએ સહાય માટે અરજી કરી

(પ્રતિનિધિ દ્વારા)
(તસ્વીર : સરદારસિંહ ચૌહાણ-તાલાલા ગીર)
તાલાલા ગીર તા. 9
તાલાલા ગીર પંથકમાં તાઉ-તૈ વાવાઝોડાએ કરેલ ખાના ખરાબીનું વળતર ચુકવવા સરકારે કરેલ જાહેરાત અંતર્ગત તાલાલા પંથકના અંદાજે 16 હજારખેડુતોમાંથી અત્યાર સુધીમાં 8200 ખેડુતોએ તાઉ-તે વાવાઝોડાથી થયેલ નુક્સાનીની સહાય માટે તાલાલા ખાતેની વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરીમાં અરજી કરી છે. સહાય માટે અરજી કરનાર ખેડુતો પૈકી કેસર કેરીના ઉત્પાદક કિસાનોની અરજી વધુ છે.
તાલાલા ખેતિવાડી કચેરીના સુત્રોના જણાવ્યા પ્રમાણે તાલાલા પંથકના બગાયત અને ખુલ્લી જમીન વાળામાં વાવાઝોડાથી થયેલ 8200 ખેડુતોએ તા. 8 મી સુધીમાં સહાય માટે અરજી કરી છે. આપેલ સહાય ફોર્મની ચકાસણીકામગીરી શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં 500 થી પણ વધુ ખેડુતોની સહાય અરજી ફોર્મની તપાસણી અને ખરાઈ કરી સહાય ચુકવણી કરવા માટે મોકલી આપવામાં આવી છે. તાલાલા પંથકના ખેડુતોએ સહાય માટે અરજી ફોર્મની ચકાસણી કાર્યવાહી અવિરત ચાલુ છે. તાલાલા પંથકના ખેડુતોએ સહાય માટે અરજીની સંપૂર્ણ ખરાઈ કરી ચુકવણી માટે રવાના કરી દેવામાં આવશે. તેમ તાલાલા ખેતિવાડી કચેરીના સુત્રોએ જણાવ્યું છે તાલાલા ખેતિવાડી કચેરી દ્વારા સહાયની ચુકવણી અવિરત ઝડપી કામગીરીથી ખેડુતોને સમયસર સહાયની રકમ પ્રાપ્ત થવાના સમાચારથી ખેડુતોમાં ખુશી જોવા મળે છે.
તાલાલા સબ રજીસ્ટ્રારર કચેરીની કનેક્ટીવીટી બે દિવસથી બંધ
તાલાલા ગીરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં કનેક્ટીવીટી ખોરવાઈ જતા દસ્તાવેઝ નોંધાવવા આવેલ 45 જેટલા હેરાન પરેશાન અરજદારો બે દિવસથી કચેરી બહાર દસ્તાવેઝ નોંધાવવાની પ્રતિજ્ઞા કરી રહ્યા છે.
બી.એસ.એન.એલ.ની લાઈનમાં ફોલ્ટ આવતા કનેક્ટીવીટી ખોરવાઈ ગઈ હોય તાલાલા સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી કામગીરી બંધ હોવા અંગે સબ રજીસ્ટ્રારે ગાંધીનગર ખાતેની વડી કચેરીને જાણ કરી બંધ પડેલ કનેક્ટીવીટી વહેલા સર કાર્યરત કરાવી આપવા માંગણી કરી છે. તાલાલા વિસ્તારમાં બી.એસ.એન.એલ. માં આવેલ ફોલ્ટના કારણે ખોરવાઈ ગયેલ કનેક્ટીવીટી ચાલુ થતા દસ્તાવેઝ નોંધણીના સમય બાદ પણ મોડી રાત્રી સુધી કચેરી ચાલુ રાખી અરજદારો હેરાન થાય નહી માટે દસ્તાવેઝ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવશે. તેમ સબ રજીસ્ટ્રાર ડોડીયાભાઈએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ