ઉમિયાધામ મંદીર આજથી દર્શનાર્થીઓ માટે ખુલશે

જામજોધપુરના સીદસરમાં હવે ભકતોને થશે દર્શન

(પ્રતિનિધિ દ્વારા)
મોટી પાનેલી,તા.10
જામજોધપુર તાલુકાના સીદસર મુકામે વેણુનદી ના રમણીય કાંઠે કડવા પાટીદારના કુળદેવી જ્યાં બિરાજમાન છે તેવું સુપ્રસિદ્ધ ધામ માં ઉમિયા માતાજી મંદિરના દ્વાર આજ તારીખ અગ્યાર ને શુક્રવારના રોજથી માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લું મુકવામાં આવશે કોરોનાં મહામારીને લઈને છેલ્લા દોઢેક માસથી મંદિર બંધ હોય માં ના લાખો ભક્તો દર્શન વિહોણા હતા મંદિર ખુલવાની રાહ જોતા હતા જે મન્દિર ખુલવાની જાહેરાત થતાજ હજારો ભક્તો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા અને માં ના ચરણોમાં શીશ ઝુકાવવા અધીરા બન્યા છે કડવા પાટીદાર સમાજ ના કુળદેવી માં ઉમિયાનું ધામ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ મંદિરો માં નું એંક છે જ્યાં રોજ હજારો ભક્તો પધારે છે સુંદર બાગ બગીચા સાથે વિશાળ વ્રુક્ષઓ સહીત વેણુ નદીનું લહેરાતું પાણી મંદિરની શોભા વધારે છે માં ઉમિયા સાથે શિવજી પણ બિરાજમાન છે માં ની અલૌકિક મૂર્તિના દર્શન માત્રથી ભક્તગણ શાંતિ સાથે પોતાની જાતને ધન્ય બનાવે છે.સવારથી સાંજ સુધી માં ના દર્શનનો લાભ ભક્તજનો લઇ શકશે તેવું મંદિર પ્રસાસન જણાવે છે.

રિલેટેડ ન્યૂઝ