ભાવનગરમાં પરિસ્થિતી મુજબ જગન્નાથજીની રથયાત્રા યોજાશે

સરકારની ગાઈડલાઈન પ્રમાણે કાર્યક્રમનું થશે આયોજન

(પ્રતિનિધિ દ્વારા) ભાવનગર તા.10
દર વર્ષની 5રંપરા મુજબ સ્વ.શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા અષાઢ સુદ બીજના દીવસે ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન ક2વામાં આવે છે. તે મુજબ આ વરસે તા.12-07-2021 ને સોમવા2ના દીવસે 36મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન ક2વામાં આવેલ છે.
ગત વ2સે કોરોનાની મહામા2ીને કા2ણે ગુજરાતમાં અમદાવાદ સહિત કોઈપણ સ્થળે રથયાત્રા કાઢવામાં આવી ન હતી. પરંતુ તમામ ધાર્મિક વિવિધઓ જેવી કે ધ્વજારોહણ, સ્નાન વિધિ, નેત્રવિધિ, ભોગવિધિ અને મંદિર પરિસરમાં પ્રતિક સ્વરૂપે ભગવાનના 2થને ભાવનગરના નેક મહારાજા તથા સંતો તથા આગેવાનો અને ભોઈ સમાજના યુવકો દ્વારા ખેંચવામાં આવેલ અને સાંજ સુધી લોકોના દર્શનાર્થે મંદિર પરિસરમાં 2થ રાખવામાં આવેલ.
આ વ2સે કો2ોનાની મહામારીની બીજી લહે2માં કેસ ઘટવા લાગ્યા છે અને સ2કા2 દ્વારા મોટા ભાગના ધંધા, બજારોને મુક્તિ આપેલ છે અને રથયાત્રાને હજી એક માસ ઉ52નો સમય બાકી છે તે દ2મ્યાન સ2કા2શ્રીની ગાઈડલાઈન મુજબ 2થયાત્રાનું આયોજન ક2વામાં આવશે.
હાલ ભગવાનના 2થને તૈયા2 ક2વામાં આવી રહેલ છે. તે ઉપરાંત તમામ ધાર્મિક વિધિઓ જે તે સમય મુજબ સંપન્ન થશે તથા ભગવાનના 2થને જે 2ીતે સજાવવામાં આવે છે તે મુજબ સજાવવામાં પણ આવશે.

રિલેટેડ ન્યૂઝ