દેરાણી જેઠાણી વચ્ચે વાંધામાં નવ વર્ષની માસુમ ભત્રીજીની હત્યા કરી નાંખતી કાકી

ઉપલેટામાં બનેલી ઘટનાને અકસ્માતમાં ખપાવવા મૃતકના પિતા-કાકાએ પણ સાથ આપ્યો પણ પાપ છાપરે ચડી પોકાર્યું

પોલીસ માટે પુરાવા શોધવાની મોટી મથામણ
બાળકીની હત્યા કર્યા બાદ વંદનાએ લોહીના ડાઘા સાફ કરી, ધાબકો તથા ચાદર પણ સાફ કરી નાખ્યા હતા. આ ઉપરાંત અન્ય સ્થળે જે લોહીના ડાઘા કે પુરાવા હતા તે વંદનાના પતિ મયુર અને બાળકીના પિતા ચેતને મળીને સાફ કરી પુરાવાનો નાશ કર્યો હતો. બાળકીને અગ્નિસ્નાન અપાયા ત્યાં સ્મશાન પર પોલીસ દોડી ગઈ હતી અને ડીએનએ ટેસ્ટ માટે બાળકીના હાડકા શોધવા મથામણ કરી હતી. પોલીસ માટે હાલના તબકકે કોયડો એ છે કે હત્યા થઈ, આરોપીઓએ કબૂલાત પણ આપી અને હાથમાં પણ આવી ગયા પણ કોઈ પુરાવા વગર કરવું શું? એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.

(પ્રતિનિધિ દ્વારા) ઉપલેટા તા.10
ઉપલેટામાં શહીદ ભગતસિ ચોક નજીક અશોક સાબુ ના નામે સાબુ ની દુકાન ધરાવતા નિમાવત પરિવારના બન્ને ભાઈઓ ચેતન અને મયુર નિમાવત સર્વોદય સોસાયટીમાં સંયુક્ત કુટુંબમાં રહે છે. મોટાભાઈ ચેતનને સંતાનમાં બે પુત્રીઓ તથા નાના ભાઈ મયુરને બે પુત્રો છે સંયુક્ત કુટુંબમાં દેરાણી-જેઠાણી વચ્ચે ચાલતા નાની-મોટી ટકરા ને લઈને પૃથ્વીરાજની કાકી એ બદલો લેવાના હેતુથી જેઠાણીની માસૂમ પુત્રી આયોજિત બે દિવસ પહેલા તારીખ 8 ના રોજ બપોરના ચાર વાગ્યાના અરસામાં બાળકી રૂમમાં ટીવી જોઈ રહી હતી ત્યારે ત્યારે તેમની કાકી વંદનાએ આવી નવ વર્ષની બાળકી આયુષી ને કહ્યું ચાલ બેટા તને કંઈક વસ્તુ અપાવું એમ કહી મકાનની છત ઉપર લઈ જઈશ ત્યાં બાળકી આયુષ્યને સુવડાવી માથા ઉપર લોખંડના દસ્તા ના બે ઘા જી કી લોહિયાળ હાલતમાં બાળકી બેભાન બની ગઈ ત્યારે ચેતન દિમાગની કાઠી વંદનાએ પરિવારજનોને આયુષી પ્રથમ મજલે થી પડી ગયા ની વાર્તા વર્ણવી હતી બાળકીને સુરત ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી ત્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી આ દરમિયાન ઘરના તમામ સભ્યો હોસ્પિટલે પહોંચી ગયેલા હતા અને મરનાર બાળકી આયુ ના પિતા ચેતનને બાળકીની હત્યા થયાની ગંધ આવી ગઈ હતી અને તેને તેના ભાઈ મયુર ને જાણ કરી હતી જોકે બનાવ ઘરનો હોય અને ઘરની વાત ઘરમાં રહે એ ઈરાદે સગા વ્હાલાઓને પણ કશી પડી જવાની કે મોત થયાનું જણાવી તેમને બાળકીનું પીએમ કરાવ્યા વગર અગ્નિસંસ્કાર કરી દીધા હતા આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે કાકી વંદના તથા બન્ને ભાઈઓ ચેતન અને મયુર ની પૂછપરછ કરતાં વિગતો બહાર આવેલી હતી.
ઉપલેટાના પાદવ રોડ ઉપર આવેલી સર્વોદય સોસાયટીમાં હૈયુ હચમચાવી મૂકે તેવી બે દિવસ પૂર્વે ઘટના ઘટી ગઈ હતી. મા સમાન સગ્ગી કાકીએ ક્રુર મિજાજમાં જેણીની 9 વર્ષની ભત્રીજી આયુષીને માથા પર દસ્તાના ઘા ફટકારી કરપીણ હત્યા નિપજાવી બનાવને મહિલા તેમજ તેના પતિ તથા કે મળી અકસ્માતમાં ખપાવી દેવાના કરેલા પ્રયાસનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. માસૂમ બાળકીની હત્યાના ગુનામાં કુર કાકી વંદના તેમજ પુરાવાનો નાશ કરવા મદદગારી કરવાના આરોપસર બાળકીના પિતા ચેતન સુભાઈ નિમાવત અને કાકા મયુર ને સકંજામાં લઈ ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે.
દેરાણી જેઠાણીના વાંધા માં 9 વર્ષની બાળકીને રહેસી નાખનાર ક્રૂર મિજાજી કાતિલ કાકી એ પોતાની જેઠાણીની 9 વર્ષની પુત્રીઆયુષી નું પુરી કરી નાખવાનું અગાઉથી જનકકી કર્યું હતું. બાળકીને છત પર લઈ જતા પહેલાં મહિલા છત પર ચાદર પાથરી આવી હતી અને ત્યાં હત્યા માટે દસ્તો પણ મુકી આવી હતી. બાળકી જેવી છત પર આવી કે તુરત જ તેને સુવડાવીને દસ્તાનો એક ઘા માથા પર કટકાર્યો હતો. બાળકી તડપવા લાગતા કરી બીજો ઘા ઝીંકી દીધો હતો અને બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ