થાંભલા પર મરામત કરતા કર્મચારીને વિજ શોક : મૃત્યુ

ભાવનગરમાં બનેલી અરેરાટી ભરી ઘટના

(પ્રતિનિધિ દ્વારા)
ભાવનગર તા. 12
ભાવનગરમાં વિજ થાંભલા પર મરામતની કામગીરી કરી રહેલા પીજીવીસીએલના કર્મચારીનું વિજશોક લાગતા મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
ભાવનગરનાં ઘોઘારોડ તરસમીયા નજીક આરશી વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા ચાલી રહેલી કામગીરી દરમ્યાન વિજ પોલ પર કામ કરી રહેલા હિંમતભાઇ નાથાભાઇ સોંલકી ઉ.વ. 35 રહે કોળીપાકને વિજશોક લાગતાં તેને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયેલ તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
ચોરી
ગંગાજળીયા તળાવ નાગરીક બેંકના પાછળના ભાગે આવેલ કુળદેવી પાન પાર્લરમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તળા તોડી રોકડ રૂા. 1800 તથા ચીજવસ્તુઓની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે ગોવિંદભાઇ જેઠવાએ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ