‘પાટીદાર’ હાર્દિકને હીરો બનાવશે કોંગ્રેસ!

(પ્રતિનિધિ દ્વારા) નવી દિલ્હી, તા.12
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તથા વિરોધ પક્ષના નેતાની પસંદગીને લઇને ચાલી રહેલી ગડમથલ દરમિયાન કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ થોડા દિવસ પહેલા દિલ્હી મુલાકાત કરી આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાર્દિક રાહુલ અને પ્રિયંકા ગાંધી એમ બન્નેના દિલની ખૂબ નજીક છે. તેથી તેને મોટી જવાબદારી મળી શકે છે. હાર્દિકને ગુજરાતમાં પાટીદારોનાં નિર્ણાયક ફેકટરને ધ્યાને લઈ મહત્ત્વનો હોદ્દો અથવા કેન્દ્રીય કમિટીમાં મોટું સ્થાન મળી શકે છે. ભરતસિંહ સોલંકીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ બનવા માટે જોર લગાવ્યું છે અને એટલે જ તેઓ આ સપ્તાહની શરૂઆતમાં દિલ્હી ગયા હતા. પરંતુ જાણવા મળ્યા મુજબ તેઓ ગાંધી પરિવારમાંથી કોઇને મળી શક્યા ન હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે નવા ચહેરાઓ મૂકવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

રિલેટેડ ન્યૂઝ