સિધ્ધપુરમાં 13 માનવભ્રૂણ મળ્યા: તંત્રમાં મચી હડકંપ

ગેરકાયદે ગર્ભપાતના ભાંડા ફોડ પછી જથ્થાબંધ માનવભ્રૂણ મળતાં ભારે ચકચાર

(પ્રતિનિધિ દ્વારા)
સિધ્ધપુર તા. 21
ગુજરાતમાં ભ્રૂણ હત્યાનાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, હાલમાં જ સંતરામપૂરમાં ઘરમાં જ ભ્રૂણ હત્યા કરતી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે ત્યારે હવે પાટણમાં પ્લાસ્ટિકની બોટલોમાં જ માનવ ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
પાટણનાં સિદ્ધપુરથી આ સનસનીખેજ સમાચાર આવી રહ્યા છે જ્યાં તાવડિયા રોડ પર 13 માનવભ્રૂણમળી આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની બોટલોમાં ભ્રુણ મળી આવતા ચકકચાર મચી જતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. આ ભ્રુણ કોણ ફેંકી ગયું તે હજુ તપાસનો વિષય છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પાટણમાં મોટા પ્રમાણમાં ભ્રુણ-હત્યા થતી હોવાની શંકા છે.
કોઈ પ્રસૂતિગૃહ અથવા ગાયનેક હોસ્પિટલ દ્વારા રસ્તા પર આ રીતે ભ્રુણ ફેંકાયા હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતી અને કાકોશી પોલીસ તથા આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં ગેરકાયદેસર ચાલી રહેલા ગર્ભપાતનાં રેકેટને લઈને આશંકા ઊભી થઈ છે ત્યારે પ્લાસ્ટિકની બોટલમાં આ પ્રકારે ભ્રુણનાં અવશેષો મળી આવતા આસપાસનાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રિલેટેડ ન્યૂઝ