સૌરાષ્ટ્ર – કચ્છમાં બકરી ઇદની ધાર્મિકતા સાથે ઉજવણી

કોરોનાની મહામારીને કારણે સરકારી માર્ગદર્શન અનુસાર ઘરમાં જ રહીને ઇદની નમાઝ પઢી મુસ્લીમોએ કરી બંદગી

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 21
સૌરાષ્ટ્ર – કચ્છમાં બકરી ઇદની ધાર્મિકતા સાથે ઉજવણી કરી હતી. કોરોનાની મહામારીને કારણે સરકારી માર્ગદર્શન અનુસાર ઘરમાં જ રહીને ઇદની નમાઝ પઢી મુસ્લીમોએ બંદગી કરી હતી. તો એક બીજાને મુબાકર બાત પણ હિન્દુ – મુસ્લીમોએ એકતાના દર્શન કરાવ્યા હતા.
રાજકોટ
રાજકોટમાં આજે મુસ્લીમોએ ઉલ્લાસભર્યા વાતાવરણમાં બકરી ઇદની ઉજવણી કરી હતી. જો કે, કોરોના મહામારીને કારણે સરકારના આદેશ મુજબ ઘરમાં જ ઇદની ખાસ નમાઝ પઠવા સાથે એક બીજાને મુબારક બાત આપી મુસ્લીમોએ આ ઇદની ઉજવણી કરી હતી.
પોરબંદર
પોરબંદર ખાતે આજે ઇદ ઉલ અદહાની કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપુર્ણપણે સાદગીથી શાંતિમય રીતે દરેક મસ્જીદોમાં માત્ર ઇદની વિશેષ નમાઝ પઢીને ઉજવણી કરવામાં આવી હતી.
કોરોના ગાઇડલાઇન અંતર્ગત દર વર્ષે યોજાતા ઇદગાહ પર ઇદ મિલનનો કાર્યક્રમ અને અન્ય કોઇપણ કાર્યક્રમો સંપુર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા. શહેરની મધ્યમાં આવેલ ઇદગાહ ઉપર ઇદની વિશેષ નમાજ પઢવામાં આવી હતી. જેમાં મર્યાદિત સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ શહેરની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા ઇદગાહ ઉપર નમાજ પઢાવનાર ખલીફાએ તાજુશ્શરીયા, હઝરત સૈયદ સઆદતઅલી બાપુનું શાલ ઓઢાડી ફુલહારથી સુન્ની અંજુમને ઇસ્લામના વહીવટદાર હાજી શબ્બીરભાઇ હામદાણીએ સન્માન કરેલ તેઓની સાથે સુર્યાવડ મેમણ જમાતના પ્રમુખ હાજી યુસુફભાઇ પુંજાણી (નુરી), સુન્ની અંજુમને ઇસ્લામના પૂર્વઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમભાઇ સંઘાર, આરીફભાઇ સુર્યા, યુનુસભાઇ મતવા, યુનુસ ખાન પઠાણ અને અન્ય સુન્ની મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
જામનગર
જામનગર શહેરમાં આજે ઈદની ઉજવણી સાદગી પૂર્વક થઈ હતી. કોરોના ની ગાઇડ લાઇનને અનુસરીને ધાર્મિક સ્થળોએ 200 થી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ છે, જેથી જામનગરની ઈદગાહ મસ્જીદ માં આજે નમાજ બંધ રાખવામાં આવી હતી. અને ઇદગાહ ના દ્વારે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કોરોના ની ગાઇડ લાઇનનું પાલન કરવાના ભાગરૂપે સમગ્ર મુસ્લિમ સમુદાય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે જામનગર શહેરના મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાજ પોતાના ઘરમાં જ અદા કરી હતી, અને મોટા તેમજ નાના ભૂલકાં વગેરેએ ઘરમાંજ રહીને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવીને સાદગી પૂર્વક ઈદની ઉજવણી કરી હતી.
માળીયા હાટીના
આજ રોજ તા.21/7/21 બુધવાર માળીયા હાટીના મુસ્લીમ જમાત તરફ થી ઈદ ઉલ અજહા ( બકરી ઈદ ) ની ઉજવણી કરવામાં આવી હતી સવારે 8 વાગ્યે તમામ મુસ્લીમ બિરાદરો માળીયા હાટીના મસ્જીદ માં એકઠા થઇ આમ જમાત સાથે મસ્જીદ માં ઈદ ઉલ અજહા ( બકરી ઈદ ) ની નમાજ અદા કરી હતી. ત્યાં એક બીજા સાથે મળી ને ઈદ ની ખુશીના મુબારક બાદી આપી હતી આપસમાં એક બીજા ને ગલે મળીને ઈદ ની ખુશી મનાવી હતી. તેમજ મુસ્લીમ બિરાદરો એ ફાતીયો તથા દરૂદ શરીફ પઢી ને દુવા સલામ કરી બાદ આમ જમાત એક બીજા ને ઘરે જઈ ને ઈદ ની ખુશી માનવી હતી. તથા હિન્દુ મુસ્લીમ એક બીજા ને ઈદ ની શુભેચ્છાઓ તમામ સમાજના આગેવાનો એ પાઠવી હતી ત્યારે પવિત્ર ઈદ ના દિવસે હિન્દુ મુસ્લીમ સમાજ ની એકતા નાના એવા ગામમાં જોવા મળી હતી તેવી યાદી માળીયા હાટીના મુસ્લીમ જમાવતી અમીનભાઈ પઠાણે જણાવી હતી.
મેંદરડા
મેંદરડા ઇદની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જુમ્મા મસ્જિદ ખાતે મેંદરડા સવારે નમાજનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર
ભાવનગર શહેરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી કોરોના ને કારણે બહુ સાદગીપૂર્ણ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉજવી હતી કોરોના ની ત્રીજી લહેર ન આવે તે માટે દરેક મુસ્લિમોએ ઇદની નમાઝ અદા કરી બંદગી કરી હતી નમાજમાં દરેક મુસ્લિમ બિરાદરોને જણાવ્યું હતું કે લોકો સોશિયલ મશતફિંક્ષભય રાખે માસ્ક પહેરે અને ત્રીજી લહેર આવતા અટકાવે દરેક વિસ્તારમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત રાખ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ