દ્વારકામાં બે સ્થળે જુગાર અંગે દરોડા: 9 જૂગારીઓ ઝબ્બે

દ્વારકાની પરિણીતાની પતિ સામે ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.22
દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસે ગત સાંજે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા સામત વેજા ચાનપા, રીણા પેથા હસથીયા, જેઠા પેથા ચાસીયા, સાજણ વેજા લધા, વેજા બુધા લધા, અને ખેતા ડોસા ચાનપા નામના છ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂ. 11,080 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક જુગાર દરોડામાં દ્વારકા પોલીસે રૂપેણ બંદર વિસ્તારમાંથી ઈમરાન સલીમ ફકીર, ઈમરાન લાખા લુચાણી અને આસિફ ઈસ્માઈલ નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 10,530 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.
પરિણીતાને ત્રાસ આપવા સબબ પતિ સામે ફરિયાદ
દ્વારકા તાલુકાના ઓખા વિસ્તારમાં રહેતી અને વાલાભા કાનાભા સુમણીયાની 28 વર્ષની પુત્રી બુધીબેન નથુભા માણેકને તેણીના લગ્ન જીવન દરમિયાન દ્વારકા તાલુકાના મોટા ભાવડા ખાતે રહેતા પતિ નથુભા વિરમભા ઉર્ફે ધેલુભા માણેક (ઉ.વ. 30) દ્વારા અવારનવાર મેણા-ટોણા મારી, શારીરિક તથા માનસિક દુ:ખ ત્રાસ આપવામાં આવતા આ બનાવ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં પતિ નાથુભા સામે આઈ.પી.સી. કલમ 498(અ) તથા 504 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ