ઘરનો જ ઘાતકી: સ્વિટી પટેલની હત્યા PI પતિએ જ કરી હતી

છેલ્લા 50 દિવસથી ગુજરાતનાં પોલીસ બેડામાં ચકચાર મચાવતા કેસનો સૌથી મોટો ઘટસ્ફોટ

બબ્બે પત્નીને સાથે રાખવી શકય્ ન હોય PIદેસાઈએ પ્રથમ પત્નીની લોથ ઢાળી’તી

(પ્રતિનિધિ દ્વારા)
વડોદરા,તા.24
વડોદરા જિલ્લા એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના ગુમ થવાની વાત હવે ઘરે ઘરે ચર્ચાનો વિષય બની ગયો છે. વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ. દેસાઈના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ શુક્રવારે પુન: મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાંમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને પી.આઇ. એ.એ. દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. આ કેસમાં આજે નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલનો ઙઈં પતિ જ આરોપી નીકળ્યો છે. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે.
કરજણમાં 4 જૂનની રાત્રે પોતાના બંગલોમાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધે તકરાર થઈ હતી. ત્યાર બાદ રાતના 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુતું હતું ત્યારે જ પતિ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધું હતું. સ્વીટીની હત્યા બાદ લાશને કમ્પાસ ઝીપમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ સ્વીટીને શોધવા આવેલા ભાઈને પીઆઈએ કીધું કે હું સ્વીટીને શોધવા જાઉં છું. બીજા દિવસે સ્વીટીની લાશ જાડેજાના ફાર્મ હાઉસમાં લઈ જવાઇ હતી. જ્યાં પુંઠ્ઠા લાકડા અને ઘાસ નાખીને લાશ સળગાવી દેવામાં આવી હતી. આરોપી ઙઈં એ.એ.દેસાઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. ઙઈં એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.
હત્યા કર્યા બાદ સ્વીટીની લાશ કારમાં દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગમાં લઈ ગયો હતો. આ જમીન આરોપી ઙઈં કિરીટસિંહ જાડેજા સહિત 15થી 16 ભાગીદારોની માલિકીની છે અને 10 વર્ષ પહેલા જમીન પર હોટેલનું બાંધકામ કરાયું હતું, પણ કોઇ કારણોસર આ બાંધકામ અધુરુ રહ્યું હતું. જેને પગલે હવે કિરીટસિંહ જાડેજાની પણ આ કેસમાં સંડોવણી ખુલી હોવાથી ધરપકડ થશે.

રિલેટેડ ન્યૂઝ