જામનગરના વેપારીઓ માટે આજે ખાસ વેક્સિનેશન કેમ્પ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા 24
જામનગર શહેરના વેપારીઓને અથવા તો તેના કર્મચારીઓને વેક્સીનનો પ્રથમ ડોઝ મળી રહે તે માટે જામનગર વેપારી મહામંડળ અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી રવિવારે શહેરના જુદાજુદા નવ સ્થળો પર વેકશીનેશન ની ખાસ વેકસીન કેમ્પ રાખવામાં આવ્યો છે, અને 3000 થી વધુ વેપારીઓ અને તેના કર્મચારિઓ નું વેક્સિનેશન કરવા માટે આયોજન થયું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તાર વેક્સિનેશન નો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે વાણિજ્ય એકમો સાથે સંકળાયેલા લાભાર્થીઓને પ્રથમ ડોઝ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે તારીખ 25.7.2021 ને રવિવારના દિવસે જામનગર શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જામનગર વેપારી મહામંડળ તેમજ જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના તમામ વેપારીઓ અને તેના સંલગ્ન કર્મચારીઓને વેકસિન આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગર શહેર ની મધ્યમાં આવેલા ટાઉનહોલ, લેઉવા પટેલ સમાજ ની વાડી- રણજીત નગર, વાઘેશ્વરી માતાજી નું મંદિર -ચાંદી બજાર, ક્ષત્રિય સમાજની વાડી- ખંભાળિયા નાકા બહાર, સંત નિરંકારી સત્સંગ ભવન- પટેલ કોલોની, સોની સમાજ જ્ઞાતિ ની વાડી- ખંભાળિયા નાકા બહાર, સિંધુભવન લીમડા લેન લક્ષ્મીનારાયણ મંદિર ની બાજુમાં, વિકાસ ગ્રહ- પટેલ કોલોની મેઇન રોડ, અને કડવા પટેલ સમાજ જ્ઞાતિ ની વાડી -પટેલ કોલોની, સહિત ના નવ સ્થળો પર વેક્સિનેશન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ