સોમનાથ નજીક ચાલતા બાંધકામની સેફ્ટી ટેંકમાં ડિપડો ખાબકતા દોડધામ

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ તા. 24
સોમનાથ બાયપાસ નજીક શિતળા મંદિર રોડ પર નિર્માણાઘીન પટેલ સમાજ ભવનમાં દિપડો ચડી આવી આંટાફેરા કરી રહેલ દરમ્યાતન દિપડો સેફટી ટેંક માટે બનાવેલ આઠ ફૂટ ઉંડા ખાડામાં લપસીને ફસાઇ ગયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા વનકર્મીઓએ સ્થાળ પર દોડી આવી રેસ્કડયુ ઓપરેશન હાથ ઘરી ટ્રેનકયુલાઇઝ ઇન્જેેકશનથી દિપડાને બેભાન કરી બહાર કાઢી નજીકના અમરાપુર એનિમલ કેર સેન્ટંર ખાતે ખસેડવામાં આવેલ હતો.
જંગલની બોર્ડર તથા શેરડીના ખેતરોમાં મોટા ભાગે જોવા મળતા દિપડાઓ ઘણા સમયથી માનવ વસતિના રહેઠાણવાળા વિસ્તાારોમાં આવી ચડતા હોવાના કીસ્સાર છાશવારે બની રહયા છે. આવી જ રીતે એક દિપડો યાત્રાઘામ સોમનાથ નજીક બાયપાસ વિસ્તાારમાં ચડી આવેલ જે અકસ્માનતે ઉંડા ખાડામાં ફસાયો ગયેલ જેનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવેલ હતો. આ અંગે વેરાવળ રેન્જના આર.એફ.ઓ. એચ. ડી.ગળચરએ જણાવેલ કે, આજે સવારે સોમનાથ બાયપાસ પર શિતળા મંદિર રોડ પર નિર્માણાઘીન પટેલ સમાજ ભવનમાં એક દિપડો ચડી આવી આંટાફેરા મારી રહેલ હતો. દરમ્યાાન દિપડો ભવનના ખુલ્લાન ગ્રાઉન્ડમમાં સેફટી ટેન્કિ માટે ખોદવામાં આવેલ આઠ ફૂટ ઉંડા ખાડામાં લપસીને પડી જઇ ફસાઇ ગયો હતો. દરમ્યાનન દિપડા પર ત્યોં કામ કરી રહેલ મજુરોનું ઘ્યાઆન જતા વન વિભાગને જાણ કરી હતી જેના પગલે ફોરેસ્ટાર સહિતની ટીમ સ્થીળ પર દોડી આવી નિરીક્ષણ કરતા રેસ્કઠયુ કરી દિપડાને બહાર કાઢવો પડે તેવી સ્ેિગયતિ હોવાથી નજીકના એનિમલ કેર સેન્ટરર ખાતેથી વેટરનરી તબીબ સાથેની રેસ્કાયુ ટીમને બોલાવવામાં આવી હતી. જે ટીમએ સ્થ્ળ પર આવી રેસ્કીયુ હાથ ઘરી દિપડાને ટ્રેન્કીયુલાઇઝ ઇન્જેીકશન મારી બેભાન કરી ખાડામાં જાળી નાંખી સલામાત રીતે બહાર કાઢવામાં આવેલ હતો. બાદમાં દિપડાને અમરાપુર એનિમલ કેર સેનટર ખસેડવામાં આવેલ હતો. એકાદ કલાકના રેસ્કહયુ ઓપરેશનના અંતે દિપડાને હેમખેમ બચાવવામાં વન વિભાગને સફળતા મળી હતી.
બાયો ડીઝલ
ગીર સોમનાથ એએસપીએ ફરી સપાટો બોલાવી વેરાવળના ઇણાજ ગામ પાસેથી 24 હજાર લીટર શંકાસ્પદ બાયોડીઝલ એલડીઓનો જથ્થો સીઝ કરેલ છે.
એએસપી ઓમપ્રકાશ જાટ તથા પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમ દ્વારા ઇણાજ નજીક આવેલ આઇસ ફેકટરી પાસેથી 24 હજાર લીટર શંકાસ્પદ એલડીઓ જથ્થો તથા એક ટેન્કર મળી રૂા.26.40 લાખનો મુદામાલ સીઝ કરેલ છે. આ અંગે મામતલાદર હુણ એ જણાવેલ કે, ઇણાજ ગામે આવેલ આઇસ ફેકટરી પાસેથી મળી આવેલ શંકાસ્પદ જથ્થો સતીષ પુનાભાઇ વાળા નામના શખ્સે રાજકોટ થી જથ્થો મંગવાયો હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવેલ છે. આ શંકાસ્પદ જથ્થાના નમૂના લઇ એફએસએલ ગાંધીનગર પૃથ્થકરણ માટે મોકલવા અધિકારીઓએ તજવીજ હાથ ધરેલ છે.

રિલેટેડ ન્યૂઝ