વિસાવદરની ખેડૂતોની સંસ્થામાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને કોર્ટ મેટર હોવા છતાં છુટા કરાયા

વિસાવદર તા. 25
વિસાવદરની ખેડૂતોની સંસ્થામાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને કોર્ટ મેટર હોવા છતાં છુટા કરાતા તાલુકામાં સારી એવી ચર્ચા જાગી છે વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાજપનું રાજ છે આ સંસ્થા દિનપ્રતિદિન અખબારોમાં ચમકતી રહે છે ત્યારે ભાજપ શાસિત આ સંસ્થામાં તાજેતરમાં બહુમતીથી બનીબેઠેલ એક વ્યક્તિ દ્વારા વર્ષોથી યાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓને જરૂરિયાત નહિ હોવાનો ઠરાવ કરી છુટા કરતા ભારે હોબાળો મચી ગયેલ છે અને જે લોકોને છુટા કરેલ છે તે લોકોના જણાવ્યા મુજબ તેઓએ જુનાગઢ લેબર કોર્ટમાં કેસ પણ કરેલ હોવાનું જણાવેલ છે અને મેટર કોર્ટમાં પેન્ડિગ હોવા છતા બહુમતીના જોરે કેટલાક વફાદાર કર્મચારીઓને છુટા કરી દીધેલ છે અને છુટા કર્યાના ટૂંકા ગાળામાં યાર્ડના વહીવટકર્તા લોકોએ યાર્ડના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કોઈપણ પ્રકારની જાહેરાત કે ઈન્ટરવ્યું લીધા વગર પોતાના સગાંવહાલાં લોકોને ભરતી કરતા સભ્યોમાં પણ ઉકળતો ચરુ જોવા મળી રહીયો છે અને ગમે ત્યારે કડાકા ભડાકા થવાની શકયતા રહેલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહીયું છે. આ લખાઈ રહીયું છે ત્યારે છુટા કરેલા સભ્યો દ્વારા માર્કેટીંગ યાર્ડ સામે ઉપવાસ આંદોલન કરવાનું તથા આત્મવિલોપન કરવા માટે સરકારશ્રીની મંજુરી મેળવવા કાર્યવાહી ચાલુ કરેલ હોવાનું પણ જાણવા મળી રહીયું છે

રિલેટેડ ન્યૂઝ