મોરબીમાં પિસ્તોલ સાથે એક ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા) મોરબી તા.27
મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીએસઆઈ એસ એમ રાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના પી એસ આઈ એસ એમ રાણા તથા ચકુભાઈ કરોતારાને બાતમી મળેલ કે મોરબીના મકરાણીવાસ મચ્છુ માતાજીના મંદિર તરફ જવાના રસ્તે એક શખ્સ ઉભેલ હોય અને તેની પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમીના આધારે તપાસ કરતા ત્યાંથી આરોપી તોશિફભાઈ મહેબુબભાઈ બલોચ રહે-મકરાણીવાસ પાસેથી હાથ બનાવટની લોડેડ સેમી ઓટોમેટીક પિસ્તલ મળી આવતા જેમાં 1 કાર્ટીસ લોડ કરેલ હોય જેથી પિસ્તોલ કીમત રૂ.10000 તથા એક કાર્ટીસ નંગ-1 કીમત રૂ.100 એમ કુલ મુદામાલ કીમત રૂ,10100 ના મુદામાલ સાથે આરોપી તોશિફને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ