હિન્દુઓની સંખ્યા ઘટી અને ‘બીજા’ની વધી તો સત્યાનાશ: નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ભારત માતા મંદિરે યોજાયેલી ધર્મ સભામાં અસ્સલ બાળા સાહેબ ઠાકરેની જૂબાનમાં કહેલી વાતે રાજ્યભરમાં જગાવી ચકચાર

વિવાદાસ્પદ નિવેદન પછી નીતિનભાઇની સ્પષ્ટતા

ધર્મસભામાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમારે વીડિયો ઉતારવો હોય તો ઉતારી લો અને મારા શબ્દો લખીને રાખજો, જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બિનસંપ્રદાયિકતા છે. આ વાતો કરનારા કરશે, ભગવાન ના કરે
અને જો હિન્દુઓની સંખ્યા ઘટી અને બીજા લોકો વધ્યા તો એ દિવસથી કોઈ કોર્ટ-કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં. બધું જ હવામાં અને દફનાયી દેશે. કશું બાકી નહીં રહે. આ તો ઓછા અને લઘુમતીમાં છે. હું બધાની વાત નથી કરી રહ્યો. હજારો મુસ્લિમો દેશભક્ત છે અને ભારતીય સેનામાં છે. સેંકડો મુસ્લિમો ગુજરાત પોલીસમાં છે.

ભાજપ ફરી દેશના ભાગલાનાં માર્ગે ચાલે છે : મોઢવાડિયા


ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બંધારણ, લઘુમતી અને ધર્મ નિરપેક્ષતાને લઈને કંઈક એવું નિવેદ

ન આપ્યું છે, જેના પર કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પલટવાર કર્યો છે. ગુજરાતના ડેપ્યુટી સીએમના નિવેદન પર કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પલટવાર કરતા જણાવ્યું કે, ધાર્મિક આધાર પર દેશને વિભાજિત કરવાની માનસિક્તા ધરાવતું આ નિવેદન દુ:ખદ છે. અંગત રાજકીય સ્વાર્થને સાધવા માટે ભાજપના નેતાઓ નફરતની ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે. ભાજપ અને સંઘ મુસ્લિમ લીગ સાથે મળીને એક વખત દેશના ભાગલા પડાવી ચૂક્યા છે. હવે ફરીથી તેઓ એજ માર્ગ ઉપર ચાલી રહ્યાં છે. જનતાએ નફરતની રાજનીતિના આવા નિમ્નકક્ષાના પ્રયત્નો કરનારાને હંમેશા નકારી કાઢ્યા છે.

રિલેટેડ ન્યૂઝ