જૂનાગઢ જિલ્લાના 28 ફાટક બંધ કરવાના નિર્ણય સામે લડત લડાશે

વિસાવદરના ધારાસભ્ય રેલ્વેની કામગીરી સામે આજથી લડતના મંડાણ કરશે

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.3
કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરવા કર્યા વિના રેલવેએ જૂનાગઢ જિલ્લાની 52 રેલવે ફટકો બંધ કરવાની મંજૂરી માંગતા 28 રેલવે ફાટક બંધ કરવાના લેવાયેલ નિર્ણય સામે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ એલાને જંગ છેડયો છે. અને જો આ નિર્ણય બંધ નહીં કરાય તો આવતીકાલે 4 સપ્ટેમ્બરના રોજ જલદ આંદોલન થશે તેવો લલકાર કર્યો છે.
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના જણાવ્યા અનુસાર, જૂનાગઢ જિલ્લાની હદમાં આવેલ કુલ બાવન રેલવે ફાટકો બંધ કરવા માટે રેલવે વિભાગે મંજુરી માંગી હતી, જે અનુસંધાને જિલ્લા કલેકટરે 28 ફાટકો બંધ કરવાની મંજૂરી આપેલ છે, જ્યારે બાકીની 24 ફાટકો બંધ કરવાની મંજૂરી કામગીરી હાલમાં કાર્યરત છે. ત્યારે આ ફાટકો બંધ કરવાના નિર્ણયથી ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ, પશુપાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અને રસ્તા પરના હકો છીનવાઈ જશે.
બીજી બાજુ રેલવે વિભાગે ફાટક બંધ કરવાનો નિર્ણય કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરવા વગર કર્યો છે, જેના કારણે વિસાવદરથી પસાર થતી રેલવે લાઈનો પર વિસાવદરથી ભાડેર, ધારી તરફ વિસાવદરથી બિલખા અને જૂનાગઢ તરફ અને વેરાવળ તરફની જૂનાગઢની જિલ્લાની હદમાં આવેલી 52 રેલવે ફાટકો બંધ કરવા રેલવે વિભાગે મંજુરી માંગી છે, અને આ અનુસંધાને જિલ્લા કલેકટરે 28 રેલવે ફાટક બંધ કરવાની મંજૂરી આપી છે, જ્યારે 24 ફાટકો બંધ કરવાની મંજૂરીની કામગીરી ચાલુ છે. ત્યારે જો આ ફટકો બંધ કરવાનો નિર્ણય બંધ રાખવામાં નહીં આવે તો આવતીકાલે શનિવારે 14 સપ્ટેમ્બરના રોજ જલદ આંદોલન કરાશે તેવી હર્ષદ રિબડિયા ચીમકી ઉચ્ચારી છે.

રિલેટેડ ન્યૂઝ