ગણેશ-મૂર્તિ સ્થાપનાનાં નિયમો જાણી લો…

(પ્રતિનિધિ) અમદાવાદ તા.8
વિધ્નહર્તા ભગવાન ગણેશને સુખ, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં ભગવાન ગણેશની મુર્તિ રાખવાથી કોઈ પણ પ્રકારનો ક્લેશ થતો નથી અને ઘર સદા ખુશીઓથી ભરેલું રહે છે. વાસ્તુ અનુસાર ગણપતિની મુર્તિ સ્થાપિત કર્યા પહેલા ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ. આવો જાણીએ કે ગણેશજીને ઘરમાં ક્યાં અને કઈ રીતે સ્થાપિત કરવાથી સુખ, સમૃદ્ધિનો વાસ થાય છે.
ભગવાન ગણેશને ઘરના ઉત્તર પૂર્વના ખૂણામાં સ્થાપિત કરવું સૌથી માનવામાં આવે છે. ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો પુજા-પાઠ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે ગણેશજીને ઘરના પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં પણ મુકી શકો છો. મૂર્તિની સ્થાપના કરતી વખતે ધ્યાનમાં રાખો કે ભગવાનના બન્ને પગ જમીનને સ્પર્શ કરી રહ્યા હોય. તેનાથી સફળતા તમારી પાસે આવશે. ભગવાન ગણેશને ક્યારેય ઘરની દક્ષિણમાં ન રાખવા જોઈએ. ઘરમાં જે તરફ પૂજા ઘર હોય ત્યાં ટોઈલેટ અથવા ગંદકી ન હોવી જોઈએ. જો તમે પોતાની ઓફિસ અથવા કામની જગ્યા પર ગણેશની મુર્તિની સ્થાપના કરવા ઈચ્છો છો તો હંમેશા ધ્યાન રાખો કે ભગવાન ગણેશની બેઠેલી મુદ્રા ન હોય. બેઠેલા ગણેશજીની યોગ્ય જગ્યા પર તમારા ઘરમાં સ્થાપના કરો.
તેનાથી ઘરમાં શુખ-સમૃદ્ધિ આવે છે. ગાયના છાણથી બનાવવામાં આવેલી ગણશની પ્રતિમા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ઘરમાં દુ:ખ ક્યારેય નથી આવતું.
પોતાના ઘરમાં હંમેશા એજ ગણેશની મુર્તી લાવો જેમની સુંઢ ડાબી બાજુ હોય. ઘરના મંદિરમાં ગણેશની ફક્ત એક જ મુર્તિ રાખો. બે અથવા તેનાથી વધારે ગણેશની મુર્તી રાખવાથી તેમના પત્ની રિદ્ધિ-સિદ્ધિ નારાજ થઈ જાય છે.
ઘરમાં ક્રિસ્ટલના ગણેશ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તમે ઘરમાં ક્રિસ્ટલના નાના ગણેશ રાખી શકો છો. ત્યાં જ હળદળથી બનેલા ગણેશ પણ તમારૂ ભાગ્ય ચમકાવી શકે છે. હળદળના ગણેશને ઘરમાં રાખવાથી ભાગ્ય તમારો સાથ ક્યાય નથી છોડતું.
જ્યારે પણ તમે ભગવાન ગણેશની મુર્તિની સ્થાપના કરો છો તો એવી જ મુર્તી ઘરે લાવો જેમાં મોદક અને ગણેશજીના વાહન મુશકરાજ પણ સાથે હોય. નહીં તો તે મુર્તિ અધુરી રહેશે. ગણેશજીને લાકડાના કોઈ પણ ટેબલ પર પણ મુકી શકો છો અને તેમના ચરણોમાં 1 વાટકી ચોખા અર્પણ કરવાથી ભાગ્ય તમારો સાથ આપશે.

રિલેટેડ ન્યૂઝ