ચાર માસથી કોરોનાગ્રસ્ત માંગરોળનો યૂવાન સારવાર સાથે પહોંચ્યો કચેરીમાં

(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા.8
માંગરોળ ચાર ચાર માસથી ઓક્સિજન દ્રારા જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરતા કોરોના પોઝીટીવ દર્દી આર્થિક પાયમાલ થયો, લાખોનું ખર્ચ થતા મીલ્કત વેચવી પડી, રજીસ્ટ્રાર દસ્તાવેજ ઓફીસમાં ઓક્સિજની બોટલ સાથે આવતા યુવાનને જોઈ સૌ કોઈ સ્તબ્ધ થયા, સરકાર સહાય ના કરે તો કઈ નહીં પણ ઓક્સિજન સાથે આવી દયજનક પરીસ્થીતી માં ઓફીસે ન આવે તેવી વ્યવસ્થા કરે તે જરુરી માંગરોળનો યુવાન ચાર માસથી કોરોનાની સારવાર લઈ રહ્યો છે.
માંગરોળ ના વતની અને ઈલેકટ્રીશીયન કારીગર એવા મધ્યમ વર્ગના યુવાન ઈકબાલભાઈ તાઈ આજથી ચાર મહીના પહેલા તંદુરસ્ત હતો પરંતુ કોરોના પોઝીટીવ થતા હોસ્પીટલ માં ખસેડવામાં આવ્યો હતો. પ્રથમ માંગરોળ શીફા હોસ્પિટલમાં સારવાર લીઘી હતી ત્યાર બાદ જુનાગઢ, વેરાવળ, રાજકોટ સહીતની મોટી મોટી હોસ્પિટલ માં સારવાર લેવામાં આવી હતી. આ દરમીયાન લાખો રુપિયાનું ખર્ચ થયો છેે.
જેથી ઈકબાલ ભાઈ આર્થિક રીતે પાયમાલ થયા છે, હાલ ચાર માસ જેટલો સમય થયો હોવાછતાં ઓક્સિજન અને દવાઓ ચાલુ છે. લાખો રુપિયાની સારવાર બાદ યુવાનને કોઈ સરકારી સહાય કે મદદ મળી ન હોવાથી પોતાની મીલ્કત વેચવાનો વારો આવ્યો.
એક તરફ કુદરતી બીમારી સામે યુવાન લડી રહ્યો છે ત્યારે સરકારની નીતિ પણ યુવાનની પરીક્ષા લઈ રહી છે, આજે તેમની મીલ્કતનુ દસ્તાવેજ હોવાથી સરકારી નિયમ પ્રમાણે માલીકને ફરજીયાત હાજર રહેવાનુ હોવાથી ઈકબાલ ભાઈ એમ્બ્યુલન્સ સાથે ઓક્સિજન ની બોટલ સાથે રજીસ્ટ્રાર ઓફીસે આવતા સૌ કોઈ સ્તબ્ધ થયા હતા અને સરકારના
આવા નિયમ વીશે ચર્ચાઓ કરી ફીટકાર વર્ષાવી રહ્યા હતા, જોકે આ મામલે સબ રજીસ્ટ્રાર ઓફ લાઈન ની અપવાદરુપ કીસ્સાની વાત કરી રહ્યા છે જ્યારે રેવન્યુ પ્રેકટ્રીશ કરતા વકીલો આવા કીસ્સામાં ઓફ લાઈન અથવા ઘરે દસ્તાવેજ કે કુલ મુખ્તિયાર નામાનુ ઉપયોગની માંગ કરી રહ્યા છે,
એક તરફ યુવાન જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે સરકાર આ યુવાનની મદદે આવે તે જરુરી છે,,,

રિલેટેડ ન્યૂઝ